SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચી અને સમજી શકશે? આપણે પણ અત્યારે અર્ધમાગધી , સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં પારંગત નથી તો તેમનું શું કહેવું? વર્તમાન પેઢીને તેની ભાષામાં ભણાવવું પડશે. આજના કોમ્યુટરના યુગમાં જો ટકી રહેવું હોય તો ધાર્મિક શિક્ષણની મહત્તા-ઉપયોગ સમજવા પડશે. આપણે જો સમજશું તો અન્યને સમજાવી શકીશું. એક દીપક પ્રગટશે તો અન્ય દીપક પ્રજવલિત થશે. જૈનાચાર અને તત્ત્વજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે જૈનશાળા પણ અગત્યનો ભાગ ભજવે છે પણ માધ્યમ તો લોકો જે ભાષામાં સમજે તે ભાષા જ રાખવું પડશે. આપણે શું જૈનાચાર અને તત્ત્વજ્ઞાન સમજવા માટે રોજનો એક કલાક પણ ન ફાળવી શકીએ ? વર્તમાન સમયમાં ધર્મ પ્રતિ ઉદાસીનતાનું પ્રમાણ વધતું જ જાય છે. જૈનશાળામાં અપાતાં શિક્ષણમાં પણ હવે ક્રાંતિ લાવવાની જરૂર છે. જૈનશાળામાં સૂત્રો ગોખાવવામાં આવે છે, તેનાં કરતા એક સૂત્ર કંઠસ્થની સાથે એનો અર્થ સમજાવવામાં આવે તે પછી જ બીજ સૂત્ર હાથ ધરાય તેમ કરવું જોઈએ. વળી જૈન આચાર અને તત્ત્વજ્ઞાન અને જૈનદર્શનનું પ્રાથમિક જ્ઞાન વિશે તીર્થકરો, દેવ, ગુરૂ, ધર્મ, શ્રાવકાચાર, શ્રમણાચાર, પર્વો, પચ્ચખાણ વગેરે વિશે પૂરું જ્ઞાન અને સમજ વખતોવખત અપાવા જોઈએ. જૈનદર્શન, જૈનધર્મ પ્રત્યે રસ-રુચિ કેળવતું કરવું અતિ આવશ્યક નહિપણ અનિવાર્ય પણ છે. સંસ્કાર તો માનવીનું ઘરેણું છે. માનવ પોતાના દેહ અને આત્માને સંસ્કારો વડે શણગારે છે. સમૂહમાધ્યમમાં નાટક, ફિલ્મ પણ છે. રામાયણ, મહાભારત સ્તબ્ધ થઈને જોતા હતા. ભક્તિ, સૌંદર્ય, કૃષ્ણલીલા, આનંદ, મનોરંજન રસપ્રદ કેવી રીતે બનાવવું? આપણે શું કરી શકીએ? વર્તમાન યુગમાં ક્યા ક્યા પ્રદાર અને પ્રસારનાં માધ્યમોમાં રેડિયો, ટીવી, ઈન્ટરનેટ, ધર્મસ્થાનકોઘણાં બધાં કામ કરી રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રુપ, જૈન જાગૃતિ સેંટર, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ, જૈન ફુડ. જ્ઞાનધારા-૧ ૧૦૯ | જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy