SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાંતો રહેલા છે. અપરિગ્રહમાં આર્થિક સમતુલન તથા ધનની વાત છે જ્યારે અનેકાંતમાં સરળ, ક્લેશમુક્ત પારસ્પારિક વૈચારિક સમજણ અને સમાધાનની વાત છે. ટૂંકમાં આ બધું જીવન જીવવા અગત્યનું છે. આ ઉપરાંત શારીરિક સ્વાચ્ય, માનસિક સંતુલન અને આધ્યાત્મિક વિકારની અમૂલ્ય વાતો જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યમાંથી મળી આવે. વ્યક્તિના દુઃખનું કારણ અન્ય કરતાં પોતાની વૃત્તિઓ હોય છે. ક્રોધ, માન, માયા અને લોભને આંતરિક શત્રુગણીએ અને જીવનમાં આ સાવચેતી સતત રાખીએ તો ભૌતિક સુખ વગર પણ વ્યક્તિ પરમ સુખનો આનંદ મેળવે. જો ક્રોધ, માન, માયા અને લોભ હશે તો ગમે તેટલી સાહ્યબી દુઃખના કારણ બને. આવી અનેક વાતોથી ધર્મ સમજાવવાની શરૂઆત કરવી પડે. ગાથા, સૂત્ર, ક્રિયા, જડ માન્યતાઓ વગેરેને કારણે નવી પેઢીનો હોંશિયાર બાળકધર્મ વિમુખ થાય છે અથવા તો ધર્મને પોતાની લોભ-તૃતિ કે કાર્યવૃતિ માટે આશીર્વાદનું સાધન માને છે. આ તો નરી અંધશ્રદ્ધા છે. ટૂંકમાં ભગવાન મહાવીરના અહિંસા, પ્રેમ, કરૂણા ત્થા દયાના સંદેશને નવી પેઢી સમક્ષ મૂકવાના છે. ખાસ કરીને જૈનકુળના બાળકો માટે. અન્યધર્મીઓ કદાચ પોતાના ધર્મમાં આ બધું છે તેમ માની જૈન ધર્મને કોઈ વિશેષ રીતે ન સ્વીકારે ....ખરે આ માથાકુટમાં પડવાની જરૂર નથી. જૈનકુળમાં જન્મેલને પોતાના ધર્મની ખબર ન હોય તે યોગ્ય નથી. માટે પ્રચારનું પ્રથમ ચરણ છે જૈન ધર્મના મૂળભૂત જીવન ઉપયોગી સિદ્ધાંતોની જૈન યુવક-યુવતીઓને સમજ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે તો પછી ક્રિયાઓનું શું? શું ફક્ત અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતની જ વાતો કરવાની? ક્રિયા, પૂજા, વ્રત, તપ વગેરેનું શું? ક્રિયા, પૂજા, વ્રત, તપ વગેરેનું અંતિમ ધ્યેય વિકારશુદ્ધિ જ હોવું જોઈએ.મન નિર્મળ બને, સરળ બને, સંતોષી બને તો જ પરમસુખ પ્રાપ્ત થાય - જે એક અર્થમાં મોક્ષ છે. ભૌતિક ભોગની અપેક્ષાએ ધર્મ કરવો એ તો ભગવાનને લાંચ આપવા બરાબર છે. જૈન દર્શન કર્મવાદમાં માને - કોઈના આર્શીવાદ કે અંધશ્રદ્ધામાં નહીં. જ્ઞાનધારા-૧ ૧૦૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy