SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જેનધર્મનો પ્રચાર-પ્રસાર, આધુનિક માધ્યમો -ડૉ. બિપિન દોશી (મુંબઇ યુનિ. ના જૈનોલોજી કોર્સના મુખ્ય સંયોજક, દેશવિદેશમાં જૈનધર્મ પર અનેક સેમિનારમાં ભાગ લીધો છે, વિરાયતન દ્વારા ચાલતા જૈનધર્મના અભ્યાસક્રમના કાર્ય સાથે સંકળાયેલા છે.) આ વિષય ઉપર ચર્ચા કરતાં અમુક પાયાના પ્રશ્નો ઉદ્ભવે છે. જ્યાં સુધી "ધર્મ-પ્રચાર-પ્રસાર” એટલે શું તે સમજ ન હોય ત્યાં સુધી લક્ષ અને પરિણામ બન્નેમાં સરવાળે મીંડુઆવે. ધર્મપ્રચાર અને પ્રસાર, બાળકોને ધર્મ-શિક્ષણ, બદલાયેલા વૈજ્ઞાનિક યુગમાં ધર્મની વ્યાખ્યા - વગેરે વિષયો ખૂબજ ચર્ચા અને સમજ માંગે છે. લખાણની મર્યાદાને ધ્યાનમાં લઈ અહીં થોડા પ્રશ્નો, થોડા જવાબ અને ઘણાબધા ઉકેલી ન શકાય તેવા મુદ્દાઓ રજૂ કરું છું સહુને આ વિશે ચિંતન કરવા વિનંતિ. વાચકોના વિચારોમને મળે તો પણ ખૂબ આનંદ થશે. નીચેના મુદ્દાઓ તપાસીએ. (૧) ધર્મ-પ્રસાર એટલે શું? શેનો પ્રચાર કરવાનો છે? આ પ્રશ્નનો સરળ જવાબ એ હોઈ શકે કે જૈનકુળમાં જનમેલ પ્રત્યેક વ્યેક વ્યક્તિ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને જાણે અને તેની ક્રિયાઓ શ્રદ્ધાપૂર્વક કરે. ખૂબ કઠિન જવાબ એપણ હોય કે પ્રભુ મહાવીરનો ધર્મ તો વિશ્વધર્મ છે- દુનિયાની દરેક વ્યક્તિ આ ધર્મ અંગીકાર કરે? ઈતિહાસમાં ધર્મ-પરિવર્તન માટેના મુદ્દાઓ અને ધર્મઝનૂનનાં ભયાનકપરિણામો સ્પષ્ટ રીતે લખ્યાં છે. જન્મથી મળેલો ધર્મ એ જ શ્રેષ્ઠધર્મ, એ જ મારો ધર્મ અને એ જ વિશ્વધર્મ છે એ દરેક શ્રદ્ધાપૂર્વક માને છે તેથી દરેક ધર્મ સીમિત થઈ જાય છે કોઈ પણ ધર્મ જોડવાનું નહીં પણ તોડવાનું કામ કરે. હકીકતમાં આમ જ બન્યું છે. ધર્મનું જીવનમાં શું પ્રયોજન, ધર્મથી જીવનને શું લાભ અને ધર્મ સહુને કેમ જોડે એવા પ્રશ્નો ઉપર કોઇનું લક્ષ નથી. સહુનું ધ્યાન પોતાના ધર્મને શ્રેષ્ઠ કહીને =જ્ઞાનધારા-૧= જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy