SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે અને તેનો જપ-ધ્યાન, સાધના કે ઉપાસનામાં મંત્ર રૂપે ઉપયોગ કરે અરિહંતનો અ, સિદ્ધ એટલે અશરીરી તેથી તેનો આ અર્થાત અ+અકઆ, આચાર્યનો આ, આ+આ= આ થાય છે. તેમાં ઉપાધ્યાયનો ઉ જોડીએ તો આ ઉ ઓ થાય છે અને તેમાં મુનિનો મેં જોડીએ તો ઓ+મત્રઓમ એવો એકાક્ષરી પવિત્ર મંત્ર બને છે. જૈનધર્મના મૂળભૂત મહામંત્ર નવકાર મંત્રમાં આ પાંચ પરમેષ્ઠીને જ નમસ્કાર કરવામાં આવે છે. તાત્પર્ય કે જૈનધર્મે કારને સતત જાપ કરવા યોગ્ય, ધ્યાન ધરવા યોગ્ય પંચપરમેષ્ઠી તુલ્ય માનીને તેને ઊંચું સ્થાન આપેલું છે. જૈનધર્મેૐકાર સર્વ મંત્રોની આદિમાં બોલવા યોગ્ય છે એ વાતનો સ્વીકાર કર્યો છે. આને સમર્થન આપતાં શ્રી મેરૂતુંગસૂરિ સૂરિ મુખ્યમંત્રકલ્પ’માં જણાવે છે કેઃ सर्वत्र स्तुत्यादौ प्रणवा : स्वपरेषु शान्तितुष्टिकृते । અર્થાત્ સર્વત્ર સ્તુતિ આદિમાં સ્વપરના કલ્યાણ નિમિત્તે થતાં શાંતિકર્મ અને તુષ્ટિકર્મમાં પ્રણવો હોય છે. મંત્રવિશારદ શ્રી સિંહતિલકસૂરિએ શ્રીમંત્રરાજ રહસ્યમાં કહ્યું છે કેઃ अंर्हद देह्राचार्योपाध्यायमुनीन्द्रपूर्वपर्णोत्थ : । प्रणवः सर्वत्रादौशेय : परमेष्ठि - संस्मृत्यै ।। અર્થાત્ અર્હત, અદેહ (અશરીરી-સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનીન્દ્રના પૂર્વ વર્ણોથી બનેલો પ્રણવ અર્થાત્ કાર પરમેષ્ઠીના સ્મરણ અર્થે સર્વત્ર આદિમાં ભણવો. જ્ઞાનધારા-૧ ૮૯ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy