SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મોટો હિસ્સો વાણી દ્વારા જ વેડફાઈ જાય છે. વાણી સંયમ સાધના માટે ઉપકારક છે. ભગવાન મહાવીરની દીર્ઘ મૌન સાધના પછી ઋજુવાલિકા નદીને કિનારે જે જ્ઞાન પ્રગટ થયું તે શાસ્ત્ર બની ગયું. ધ્યાન અને આસન ભગવાનની બાહ્યાભ્યતર સાધનાના અંગો છે. ઉકડું આસન, પદ્માસન, સુખાસન અને ગોદોહિદાસનનું બાહ્ય તપશ્ચર્યામાં સ્થાન છે. ભોજન એ સુધા નિવારવા અર્થે ઉપયોગી છે અને જીવન માટે પદાર્થ છે. પદાર્થ માટે જીવન નથી. આઠ માસ ભગવાને ભાત, બોરકુટ અને અડદનાં બાકળા પર જીવન નિર્વાહ કર્યો તે બીના એમની શરીર સ્થિતિની સહજતા અને નિર્મોહતાને સ્પષ્ટ કહે છે. ભગવાનના જીવનના પ્રબળ સ્વાદ વિજયનું એ પ્રતીક છે. ભગવાન મહાવીરની સાધનામાં તેમણે પરિષહો સકતાભાવે સહન કર્યા, ઉપસર્ગો પર વિજય મેળવ્યો, મૈત્રીભાવથી પ્રાણીમાત્રને જીતી લીધા. ભગવાન મહાવીરના તપે સિધ્ધ કર્યું કે તપશ્ચર્યાથી કાયા કરમાય છે.. તે ભ્રમ માત્ર છે. તપશ્ચર્યા નૈસર્ગિક ઔષધ છે. તપ, શરીર, મન અને આત્મા એ ત્રણેને તંદુરસ્ત કરનાર સફળ જડીબુટ્ટી છે. વૈરાગ્યવૃત્તિ અને અભ્યાસથી તે સહજ બને છે. યોગમાત્રનો સમાવેશ તપશ્ચર્યામાં છે. તપશ્ચર્યા એજ શ્રમણ મહાવીરને ભગવાન મહાવીર બનાવ્યા. પરિષહોથી પાર ઉતાર્યા. ઉપસર્ગો પર વિજય મેળવી આંતરશત્રુ ને પરાજિત કરી અરિહંત બન્યા. વિશ્વમૈત્રી પ્રગટાવી જીવમાત્રને જીતી લીધાં. બાહ્યાભ્યતર તપથી ભગવાન મહાવીર વિશ્વવંદ્ય ત્રિવિજ્યી મહાવીર બન્યા. તપાધિરાજ વર્ષીતપ (૪૫) ]
SR No.032444
Book TitleTapadhiraj Varshitap
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherViram Devshi Rita
Publication Year2003
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy