SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ તપ તત્ત્વ વિચાર આચાર્ય ભગવંતો અને શાસ્ત્રકાર પરામર્શીઓએ જૈનદર્શમાં તપતત્ત્વની વિચારણાં ખૂબજ ઉંડાણ તેમજ વિસ્તાર પૂર્વક કરી છે. ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે કે, બાહ્ય અને આત્યંતરતપ એકબીજાના પૂરક છે. લોકસજ્ઞા કે લોકપ્રવાહમાં તણાઈને તપની ઉપેક્ષા કરવી તે સુખશીલતા છે, અજ્ઞાન દશા છે. આંતરવિશુદ્ધિ માટે આવ્યંતર તપની જરૂર છે, પરંતુ આન્વંતર તપમાં સુદૃઢ થવા માટે બાહ્યતપની જરૂર છે. તપ એ અશાતા વેદનીય કર્મનો ઉદય નથી. સ્વેચ્છાએ કષ્ટ સહન કરી કર્મનિર્જરા કરવાની સાધના છે, તપશ્ચર્યામાં અંતરંગ આનંદની અખંડિત અખંડિત ધારા વહે છે. તપ એ અશાતા વેદનીય કર્મનો ઉદય નથી. સ્વેચ્છાએકષ્ટ સહન કરી કર્મનિર્જરા કરવાની સાધના છે, તપશ્ચર્યામાં અંતરંગ આનંદની અખંડિત ધારા વહે છે. તપ તોફાની દેહરૂપ ઘોડાને કહ્યાગરો બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આહારસંજ્ઞાનો ત્યાગ વધુ કઠીન છે, માસક્ષમણની ઘોર તપસ્યા કરી શકતાં આત્માઓ પારણાને દિવસે આહારસંજ્ઞાની સંપૂર્ણ શરણાગતિ લેતા પ્રાયઃ જોવા મળે છે, વસ્તુતઃ આહારનો ત્યાગ આહારની સંજ્ઞાનો ત્યાગ અણાહારી પદની પ્રાપ્તિ માટે જ કરવાનો છે. તપસ્યા પછી આ સંજ્ઞા પાતળી ન પડે તો આપણી તપસ્યા સફળ થઈ ગણાય નહિ. ધ્યાન (મનનું) અને કાયોત્સર્ગ (મનાદિત્રણેય) ઉત્તરોત્તર ચડીયાતા તપો છે. તેમના દ્વારા સમાધિસ્થ બનાય છે. વિપશ્યના અને પ્રેક્ષાધ્યાન પદ્ધતિનાં શિક્ષણ પ્રચાર-પ્રસાર વધ્યા છે, અધિકારી-યોગ્ય વ્યક્તિના માર્ગદર્શન દ્વારા આ સાધના પદ્ધતિ ઉપકારક નીવડી શકે છે. તપાધિરાજ વર્ષીતપ (૨૪)
SR No.032444
Book TitleTapadhiraj Varshitap
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherViram Devshi Rita
Publication Year2003
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy