SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મારા પિતાશ્રીએ શત્રુઓથી ઘેરાયેલા અને એકલપંડે ઝઝૂમતા કોઈ રાજાને મારી સહાયથી વિજયી બનતા જોયો હતો, એનો અર્થ એ છે કે, પ્રભુનું શરીર ભુખતરસથી સુકાઈ રહ્યું હતું – ઈક્ષુરસથી થયેલ પારણાથી આંતરશત્રુને જીતવા સહયોગી બન્યો. આપે (નગરશેઠ) સૂર્યની કિરણોથી વિખૂટો પડેલો અને મારા દ્વારા એ કિરણોનું અનુસંધાન થતા પુનઃ પ્રકાશિત બનતો નીહાળેલો, એનો અર્થ એ છે કે, આહાર પાણીના અંતરાય દૂર થતાં શરીર સુદૃઢ થતાં જ તે વહેલી તકે કેવળજ્ઞાન રૂપી સૂર્યને પ્રાપ્ત કરી શકશે. આ વાત સાંભળી સંતુષ્ટ થયેલાં પ્રજાજનોએ શ્રેયાંસકુમારને પ્રશ્ન કર્યો : ઓ ૠષભ કુલદીપક ! દયાળુ, માયાળુ, ત્રિલોકીનાથને પણ આટલો સમય ક્ષુધા-પિપાસા શા કારણે નડી ? શ્રેયાંસકુમાર કહે, કરેલા કર્મ તીર્થંકરને પણ છોડતાં નથી ! એકવાર રાજાૠષભ કોઈ માર્ગેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે શંબલ આદિ ખેડૂતોએ રાજા ૠષભ પાસે ફરીયાદ કરી કે પ્રભુ આ બળદો અમારું ધાન્ય ખાઈ જાય છે તો અમારે શું કરવું ? ત્યારે પ્રભુએ સમજાવ્યું કે, જ્યારે બળદો ખેતરમાં કામ કરતાં હોય ત્યારે મોઢે મોસરીયું (શીકલી) બાંધવાથી તમારી વિટંબણા દૂર થશે. પ્રભુ ! મોસરીયું બનાવતા કે બળદને બાંધતા અમને આવડતું નથી ! મહેરબાની કરી આપ એ કરી બતાવો. ખેડૂતોએ કહ્યું. રાજા ઋષભે પાતળી દોરી લીધી એને આંટા પાડીને બળદને મોંઢે ભરાવી શકાય એવું મોસરીયું ગૂંથી આપ્યું. - ખેડૂતે એ મોસરીયું બળદને મોઢે બાંધ્યું ! ભૂખ્યા બળદોનું મોં હવે બંધાઈ ગયું હતું. હવે એતો અનાજ ખાઇ શકતા ન હતાં. તેઓ સવારના ભૂખ્યા હતાં. તેમણે ભૂખના દુઃખે ને ત્રાસે દીર્ઘ નિ:શ્વાસ નાખ્યા. તપાધિરાજ વર્ષીતપ (૧૬)
SR No.032444
Book TitleTapadhiraj Varshitap
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherViram Devshi Rita
Publication Year2003
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy