SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષાપાત્ર ખાલી જ રહેવા પામ્યું છે. અને જેના યોગે પ્રભુને એક વર્ષ ઉપર ચાલીશ દિવસ જેટલા લાંબા ઉપવાસ થયા છે. સુપાત્ર દાનના શુભારંભ સ્વરુપ પ્રભુને પારણું કરાવવાના લાભ લેવાના અવસરના વિચાર માત્રથી શ્રેયાંસકુમાર આનંદિત બની ગયા. જાતિ સ્મરણથી સુપાત્રદાનની વિધિના જ્ઞાતા બની ચૂકેલા શ્રેયાંસકુમાર જાણે આદિ દાનના પ્રવર્તક બનવાનું સૌભાગ્ય મેળવવા કટિબદ્ધ બન્યા. શ્રેયાંસકુમાર પોતાના રાજભવનમાં પહોંચ્યા. એ પૂર્વે જાણે એમની દાનભાવના ત્યાં પહોંચી ગઈ હતી અને એ ભાવનાને અનુકૂળ ભૂમિકા સર્જાઈ ગઈ હતી. વૈશાખનો મહિનો હતો, ખેતરોમાં શેરડીનો મબલખ પાક થયો હતો અને ખેતરે ખેતરે શેરડીની રસધારા વહી રહી હતી. કોઈ ખેડૂત આજ અવસરે ઈક્ષુરસ રસથી ભરેલા કુંભોનું ભેટયું લઈને રાજમહેલ આવી પહોંચ્યો હતો. શ્રેયાંસકુમારનો મનમોર નાચી ઉઠ્યો. શેરડીનો રસ. નિરવધ આહારને યોગ્ય, બેતાલીશ દોષથી મુક્ત, નિર્દોષ આહાર તરીકે વહોરાવી શકાય, એવું વિત્ત(દાન સામગ્રી) હતું. પ્રભુથી ચડિયાતું પાત્ર વળી બીજું ક્યું હોઈ શકે અને પોતાનું ચિત્તતો ભાવનાની ભરતીથી ભરપૂર હતું જ ! આમ, વિત-પાત્ર અને ચિત્તના ત્રિભેટે ઊભેલા શ્રેયાંસકુમારની નજર પ્રભુના દર્શને નાચી ઉઠી. એમણે પ્રભુને વિનવ્યા : દાદા આદિનાથ ! મારા ઘર આંગણે પધારો. હું આપને સુવર્ણ કે સમૃદ્ધિનું દાન નહિ કરું, આ શુદ્ધ દાનનો સ્વીકાર કરીને આપ મને પાવન બનાવો ! સુવર્ણ અને સમૃદ્ધિના ઢગ પર નજર પણ ન કરનારા પ્રભુએ, શ્રેયાંસકુમારની સામે બે હાથ લંબાવ્યા. સૌના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો પાર ન રહ્યો. શ્રેયાંસકુમાર પ્રભુના અંજલિ જોડેલ કરપાત્રમાં એકપછી એક ઈક્ષુરસના કુંભ ઠાલવવા માંડ્યા. પૂરા ૧૦૮ કુંભ ઠલવાયા અને દેવોએ કરેલા અહોદાન – અહોદાન ના દિવ્ય ધ્વનિથી આકાશ તેમજ પંચદિવ્યના પ્રભાવથી એ દાનભૂમિ ભરાઈ ગઈ. દેવતાઓએ આ પ્રથમદાન દ્વારા પ્રભુને થયેલા પારણાથી પ્રસન્ન બની જઈને સાડાબાર તપાધિરાજ વર્ષીતપ (૧૨)
SR No.032444
Book TitleTapadhiraj Varshitap
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherViram Devshi Rita
Publication Year2003
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy