SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શાકાહાર શાકાહાર અને શ્રાવકાચારના સ્વરૂપ, ઉપયોગિતા અને આવશ્યકતા પર વિચાર કરવા ઉપરાંત હવે એ પરિસ્થિતિ નો પણ વિચાર અપેક્ષિત છે કે જેના કારણે માંસાહારને પ્રોત્સાહન મળી રહ્યું છે. અને શાકાહાર શ્રાવકાચારની નિરંતર હાનિ થઈ રહી છે. એ ઉપાયો ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે જે શાકાહાર અને શ્રાવકાચારના પ્રચાર પ્રસારનો માર્ગ પ્રશસ્ત કરતા હોય. આજે બજારોમાંથી તૈયાર સામગ્રી લાવીને ખાવા પીવાની પ્રવૃત્તિ નિરંતર વધી રહી છે. મહિલાઓ ઘર બહારના ક્ષેત્રમાં આવી જવાથી આ પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળ્યું છે. હવે કોઈ ઘરના રસોડે ભોજન બનાવી જમવા માગતું નથી, બધા તૈયાર ભોજન માટે હોટલો કે બજારો ભણી દોડે છે. આજે ન કેવળ કંદોઈ કે ફરસાણની દુકાનો તરફ અથવા હોટલો અને ભોજનાલયો તરફ લોકો દોડતા થઈ ગયા છે પરંતુ હવે તો ભોજય સામગ્રી (ફૂડ પ્રોસેસીંગ) ના મોટા પાયે ઉદ્યોગો સ્થપાઈ ચૂક્યા છે. આ બધુ પશ્ચિમનું અનુકરણ છે. આ પ્રકારની બજારૂ વસ્તુઓના સેવનથી જાણ્યે-અજાયે મધ-માંસનું સેવન થતું રહે છે. આવી જ રીતે બજારોમાં તૈયાર સૌંદર્ય પ્રસાધનોમાં પણ એવા પદાર્થો સામેલ હોય છે જેના ઉત્પાદનમાં હિંસા તો થાય જ છે, તે પણ ક્રૂરતાથી. જે લોકો પૂર્ણતઃ શાકાહારી છે, અહિંસક છે, અહિંસક અને શાકાહારી જ રહેવા માગે છે તેઓ પણ જાણે અજાણે એ વસ્તુઓને ખાતા-પીતા રહે છે. એવા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે જેમાં હિંસક અને અપવિત્ર વસ્તુઓનું સમિશ્રણ હોય છે. મદ્ય, (મદિરા) માંસ મધનો યેન કેન પ્રકારે ઉપયોગ થતો જ હોય છે. આવી રીતે અજાણતા તેઓ માંસાહારમાં સહભાગી થઈ જાય છે. જો શાકાહારી સમાજને આ પ્રકારના માંસાહાર મદ્યપાન અને હિંસક સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગથી બચાવવો હોય તો આપણે બજારોમાં એવા ઉત્પાદન ઉપલબ્ધ કરાવવા જોશે જેમાં માંસ, ચબ ઈડાનો ઉપયોગ ન થયો હોય. જે અહિંસક હોય જેની બનાવટમાં કોઈપણ જાતની હિંસા ન થઈ હોય. સાથે જેમાં મધ અને મધનો ઉપયોગ ન થયો હોય. કારણ કે હવે બજારોમાં ઉપલબ્ધ ખાદ્ય સામગ્રી અને સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ને આપણે રોકી શકીએ તેમ નથી. માટે ઉપરોક્ત સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જે આપણે હિંસક પદાર્થોની સામે અહિંસક પદાર્થો એ જ કિમંતે ગુણવત્તાનું ધોરણ જળવીને અથવા ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ કરાવી શકીએ તો ધારેલી સફળતા અવશ્ય મળી શકે. આવી કલ્યાણકારી કાર્ડ માટે મોટા ઉદ્યોગપતિએ આગળ આવતું જોઈશે. આ લડાઈનો સામનો અનેક મોરચે કરવો પડશે. ઉદ્યોગપતિ અહિંસક ખાદ્ય સામગ્રી અને સૌંદર્ય પ્રસાધનો તૈયાર કરે, સાધુ-સંતો અને પ્રભાવશાળી
SR No.032442
Book TitleShakahar
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Madhu G Barvalia
PublisherChamanlal D Vora
Publication Year1992
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy