SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જ હોય છે અને ૯૩ની સત્તાવાળો જીવ મિથ્યાત્વે આવતો નથી. એટલે મનુપ્રા૦-૨૯ના બંધ ૯૩ની સત્તા હોતી નથી. મનુષ્યપ્રાયોગ્ય-ર૯ના બંધકને મનુષ્યદ્ધિકની સત્તા હોવાથી ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. ક્ષપકશ્રેણીમાં મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો બંધ હોતો નથી. તેથી મનુ પ્રાયોગ્યર૯ના બંધે ક્ષપકશ્રેણીના-૮૦/૭૯૭૬/૭૫ અને અયોગીકેવલીના- ૮૯ સત્તાસ્થાનો હોતા નથી. મનુષ્યપ્રાયોગ્ય ૩૦ના બંધે સત્તાસ્થાન મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે જિનનામનો બંધ હોવાથી જિનનામની સત્તા અવશ્ય હોય છે. તેથી મનુ પ્રાયોગ્ય-૩૦ના બંધે જિનનામની સત્તા વિનાના ૯૨/૮૮ સત્તાસ્થાન ન હોય. ૮૬/૮૦/૭૮.. અધુવસત્તાત્રિક મિથ્યાત્વે જ હોય છે. સમ્યકત્વે ન હોય અને ક્ષપકશ્રેણીમાં મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ હોતો નથી. તેથી ક્ષપકશ્રેણીના-૮૦/૭૯ ૭૬/૭૫ અને અયોગીકેવલીના- ૮/૯ સત્તાસ્થાનો હોતા નથી. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે સત્તાસ્થાનઃ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે ૯૨/૮૮/૮૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. બાકીના ન હોય. કારણ કે જિનનામની સત્તાવાળા સમ્યગ્દષ્ટિને જિનનામનો બંધ ચાલુ જ હોય છે. તેથી ૯૩/૮૯ સત્તાવાળા મનુષ્યને દેવપ્રાયોગ્ય-૨૮ + જિનનામ = ૨૯નો બંધ હોય છે. અથવા દેવપ્રાયોગ્ય-૨૮ + જિનનામ + આહારકદ્ધિક = ૩૧નો બંધ હોય છે. પણ દેવપ્રાયોગ્ય-૨૮નો બંધ હોતો નથી. તેથી દેવપ્રાયોગ્ય-૨૮ના બંધકને ૮૯૯૩ ની સત્તા હોતી નથી. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધકને દેવદ્ધિક અને વૈક્રિયચતુષ્કની સત્તા અવશ્ય હોય છે. તેથી ૮૦/૭૮નું સત્તાસ્થાન ન હોય. ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણે દેવપ્રાયોગ્યબંધ હોતો નથી. તેથી દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે ૮૦/૭૯//૭૫/૮/૯ સત્તાસ્થાન હોતા નથી. (૮૩) નમસંતે મિછો, (શતક.. ગાથા નં. ૧૨) ૩૭૦
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy