SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અને અણાહારીમાર્ગણામાં-૧૨ સત્તાસ્થાન હોય છે. કાયયોગમાર્ગણામાં સત્તાસ્થાન કાયયોગમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૭૯૭૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. અયોગીકેવલીભગવંતને કાયયોગ હોતો નથી. તેથી કાયયોગમાર્ગણામાં અયોગીકેવલીના-૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોતા નથી. કાયયોગમાર્ગણાની જેમ... પુત્રવેદમાર્ગણા, સ્ત્રીવેદમાર્ગણા, ક્રોધમાર્ગણા, માનમાર્ગણા, માયામાર્ગણા, લોભમાર્ગણા, અચક્ષુદર્શનમાર્ગણા અને આહારીમાર્ગણામાં૧૦ સત્તાસ્થાન હોય છે. નપુંસકવેદમાર્ગણામાં ૭૬/૮૯ વિના ૯ સત્તાસ્થાન હોય છે. મનોયોગમાર્ગણામાં સત્તાસ્થાન મનોયોગમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૦૯/૭૫/૭૬ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. બાકીના-૩ સત્તાસ્થાન ન હોય. કારણ કે સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં જ મનોયોગ હોય છે અને મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના કરેલો જીવ તેઉવાઉમાંથી નીકળીને સંજ્ઞીતિર્યંચમાં ઉત્પન્ન થયા પછી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જ ૭૮ની સત્તા હોય છે. એટલે સંજ્ઞીતિર્યંચને ૭૮ની સત્તા હોય છે ત્યારે મનોયોગ હોતો નથી. તેથી મનોયોગમાર્ગણામાં ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. મનોયોગ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી જ હોય છે. અયોગીકેવલીને મનોયોગ હોતો નથી તેથી મનોયોગમાર્ગણામાં અયોગીના-૮૯ (કુલ૨) સત્તાસ્થાન ઘટતા નથી. મનોયોગમાર્ગણાની જેમ.... વચનયોગમાર્ગણામાં, ચક્ષુદર્શનમાર્ગણામાં અને શુભેશ્યા માર્ગણામાં ૭૮/૮૯ (કુલ-૩) વિના-૯ સત્તાસ્થાન હોય છે. ૩૫૫
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy