SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ ગ્રંથમાં ફરીથી વિસ્તારથી ક્ષપકશ્રેણીનું વર્ણન કરવામાં આવ્યું નથી. જિજ્ઞાસુએ ક્ષપકશ્રેણી નામના પુસ્તકમાંથી ક્ષપકશ્રેણીનું સ્વરૂપ જોવું. दुरहिगम-निउण-परमत्थ-रुइर-बहुभंग-दिट्टिवायाओ । अत्था अणुसरिअव्वा, बंधोदयसंतकम्माणं ॥८९॥ ગાથાર્થ- દુઃખે સમજાય એવા, સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય, યથાવસ્થિત અર્થવાળા, આનંદકારી, બહુભંગવાળા દૃષ્ટિવાદમાંથી બંધ-ઉદયસત્તાકર્મના વિશેષ અર્થોને જાણવા. વિવેચન - ગ્રંથકારભગવંત જિજ્ઞાસુઓને કહી રહ્યાં છે કે, અગ્રાયણી નામના બીજા પૂર્વમાં આવેલી ક્ષીણલબ્ધિ નામની પાંચમી વસ્તુમાં ૨૦ પ્રાભૃત છે. તેમાંના કર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૃતમાંથી બંધ-ઉદય-સત્તાના ભાંગાને સંક્ષેપથી સપ્તતિકાગ્રંથમાં કહ્યાં છે. વિશેષથી બંધ-ઉદય-સત્તાના અનેક ભેદ-પ્રભેદને દૃષ્ટિવાદમાંથી જાણવા. દ્વાદશાંગીમાં ૧૨મું અંગ દૃષ્ટિવાદ છે. તે દુઃખે સમજાય એવું છે. સરલતાથી સમજી શકાય એવું નથી. સૂક્ષ્મબુદ્ધિવાળા જ દૃષ્ટિવાદને સમજી શકે છે. દૃષ્ટિવાદ મહાઅંગ કોઈપણ સ્થળે પૂર્વાપર વિરોધ ન આવે એવી રીતે યથાવસ્થિત અર્થને કહેનારું છે. દૃષ્ટિવાદ સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થને કહેનારું હોવાથી સૂક્ષ્મબુદ્ધિવાળાને આનંદ આપનારું છે. દૃષ્ટિવાદ બંધ-ઉદય-સત્તાના ઘણા ભાંગાવાળું છે. તેમાંથી બંધ-ઉદય-સત્તાના અનેક ભેદ-પ્રભેદને જાણવા... जो जत्थ अपडिपुन्नो, अत्थो अप्पागमेण बद्धोत्ति । तं खमिऊण बहुसुआ, पुरेऊणं परिकहंतु ॥१०॥ ગાથાર્થ - અલ્પશાસ્ત્રજ્ઞ એવા મારા વડે જ્યાં જે અર્થ અધૂરો રહી ગયો હોય, ત્યાં તે અર્થને બહુશ્રુતો મારી ભૂલની ક્ષમા આપીને પૂર્ણ કરે. 1 અને કોઈપણ સદ્ધવાળા જાય એવું ૫૮૮
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy