SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન - જેમાં ક્રમશઃ અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલા જીવો ચારિત્રમોહનીયની કર્મપ્રકૃતિને ઉપશમાવે છે, તે ઉપશમશ્રેણી કહેવાય. અનાદિમિથ્યાદષ્ટિ સૌ પ્રથમ ગ્રંથિભેદજન્ય ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ક્ષયોપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને ૪ થી ૭ ગુણઠાણામાં અનંતાનુબંધીની વિસંયોજના કરે છે. (મતાંતરે અનંતાનુબંધીની ઉપશમના કરે છે.) ત્યારબાદ દર્શનત્રિકને ઉપશમાવીને શ્રેણિગત ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ઉપશમશ્રેણીમાં પ્રવેશ કરીને સૌપ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યાર પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યાર પછી હાસ્યાદિ-૬ને ઉપશમાવે છે. ત્યાર પછી પુત્રવેદને ઉપશમાવે છે. ત્યાર બાદ અમ0-પ્રત્યા૦ ક્રોધને ઉપશમાવે છે. ત્યાર બાદ સંવક્રોધને ઉપશમાવે છે. ત્યાર બાદ અમ0...ત્યા૦માનને ઉપશમાવે છે. ત્યાર બાદ સંવમાનને ઉપશમાવે છે. ત્યાર બાદ અમ૦-પ્રત્યા૦માયાને ઉપશમાવે છે. ત્યાર બાદ સંવમાયાને ઉપશમાવે છે. ત્યાર બાદ અમ0પ્રત્યા-લોભને ઉપશમાવે છે. તે વખતે અનિવૃત્તિગુણઠાણ પૂર્ણ થાય છે. ૧૦મા ગુણઠાણાના અંતે સંવેલોભને ઉપશમાવે છે તે વખતે મોહનીયની૨૮ પ્રકૃતિ ઉપશાંત થાય છે. ત્યાર પછી ઉપશાંતમોહગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. ત્યાં જીવ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત રહીને અવશ્ય નીચે પડે છે. ઉપશમશ્રેણીથી પતન ૨ પ્રકારે થાય છે. (૧) ભવક્ષયથી પતન અને (૨) કાલક્ષયથી પતન. - (૧) ઉપશમશ્રેણીમાં કોઈપણ સમયે મહાત્માનું આયુષ્ય પૂર્ણ થાય, તો તે મહાત્મા ત્યાંથી મરણ પામીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. તે ભવક્ષયથી પતન થયું કહેવાય. (૨) ઔપથમિક યથાખ્યાત સંયમી ૧૧મા ગુણઠાણાનો કાળ પૂર્ણ કરીને ૧૦માત્મા/૮મા/૭મા ગુણઠાણે થઈને ૬ઠ્ઠા ગુણઠાણે છે. એટલે જે ક્રમે મહાત્મા ઉપર ચઢ્યા હતાં તે જ ક્રમે નીચે આવી જાય છે. તે , ,, ૫૮૦
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy