SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ જિજ્ઞાસુઓને પ્રશ્ન થાય કે, ગ્રંથકારભગવંતે બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાનને કહ્યાં અને બંધોદયસત્તાનો સંવેધ કહ્યો, તે વખતે ઉદીરણાસ્થાનને કેમ ન કહ્યાં ? એ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ગ્રંથકારભગવંત કહી રહ્યાં છે કે, ૪૧ પ્રકૃતિને છોડીને બાકીની સર્વે પ્રકૃતિની ઉદય-ઉદીરણાના સ્વામી સમાન છે. જે જીવને જે કર્મનો ઉદય હોય છે, તે જીવને તે કર્મની ઉદીરણા અવશ્ય હોય છે. એટલે ઉદયથી ઉદીરણાનું ગ્રહણ થઈ જાય છે. તેથી ઉદીરણાસ્થાનને જુદા કહ્યાં નથી. नाणंतरायदसगं, दंसण नव वेयणिज मिच्छत्तं । सम्मत्त लोभ वेयाउआणि नव नाम उच्चं च ॥१८॥ ગાથાર્થ - જ્ઞાનાવરણીય-૫, અંતરાય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મિથ્યાત્વ, સમ્યકત્વમોહનીય, સં લોભ, વેદ-૩, આયુષ્ય-૪, ૧૪માં ગુણઠાણે નામકર્મની ઉદયવતી-૯ અને ઉચ્ચગોત્ર. કુલ-૪૧ પ્રકૃતિમાં ઉદયથી ઉદીરણામાં કાંઈક વિશેષતા છે. વિવેચનઃ- ૧૨મા ગુણઠાણાની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે જ્ઞાના૦૫, દર્શના ૬ અને અંતરાય-પની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ૧૦મા ગુણઠાણાની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સં–લોભની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ૪ થી ૭ ગુણઠાણામાં ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે સમ્યકત્વ મોહનીયની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સ0મો ની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. કારણ કે તે તે કર્મોમાં ઉદયાવલિકાની ઉપર કર્મદલિક હોતું નથી. તેથી ઉદીરણા ન થાય. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછીના સમયથી માંડીને ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી નિદ્રાપંચકની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. અપ્રમત્તદશામાં શાતા-અશાતા અને મનુષ્યાયુની ઉદીરણાને યોગ્ય પ૭૩
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy