SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ માર્ગણામાં ગોત્રકર્મનો સંવેધ - * તેઉકાય-વાઉકાય જીવો ઉચ્ચગોત્રની ઉલના કર્યા પછી એકેન્દ્રિય-વિકલેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે. ત્યાં અંતર્મુહૂર્ત ગયા પછી અવશ્ય ઉચ્ચગોત્રને બાંધે છે ત્યારપછી પર્યાપ્તો તિર્યંચ પંચેન્દ્રિય નરકાયુ બાંધીને નરકમાં જઈ શકે છે. એટલે તિર્યંચ પંચેન્દ્રિયને નરકમાં જતી વખતે ઉચ્ચગોત્રની સત્તા અવશ્ય હોય છે. એટલે નરકગતિમાં ૧લો ભાંગો ઘટતો નથી. અને નારકોને નીચગોત્રનો જ ઉદય હોય છે. એટલે ઉચ્ચગોત્રના ઉદયવાળા ભાંગા ઘટતા નથી. એટલે નારકોને રજો/૪થો ભાંગો જ ઘટે છે. કે તેઉકાય-વાઉકાય તિર્યંચને ઉચ્ચગોત્રની ઉદ્વલના કર્યા પછી માત્ર નીચગોત્રની જ સત્તા હોય છે. અને તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે. એટલે ઉચ્ચગોત્રના ઉદયવાળા ભાંગા ઘટતા નથી.એટલે તિર્યંચગતિમાર્ગણામાં ૧લો/રજો/૪થો ભાંગો જ ઘટે છે. * દેશવિરતિ ગુણઠાણે તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે અને મનુષ્યોને ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. કારણ કે મનુષ્યને વિરતિના પ્રભાવે નીચગોત્રનો ઉદય અટકીને ઉચ્ચ ગોત્રનો ઉદય શરૂ થઈ જાય છે. એટલે મનુષ્યોને ૫ થી ૧૪ ગુણઠાણા સુધી ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. તેઉકાય-વાઉકાય મરીને મનુષ્યગતિમાં ઉત્પન્ન થતા નથી એટલે મનુષ્યોને ૧લો ભાંગો ઘટતો નથી. એટલે મનુષ્યગતિમાર્ગણામાં ૨ થી ૭ ભાંગા ઘટે છે. * દેવોને ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે એટલે નીચગોત્રના ઉદયવાળા ભાંગા ન ઘટે અને દેવોને ૧ થી ૪ ગુણઠાણા જ હોય છે એટલે છેલ્લા ૨ ભાંગા ન ઘટે. એટલે દેવગતિમાર્ગણામાં ૩જો/પમો ભાંગો જ ઘટે. ८४
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy