SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્યકર્મનું બંધસ્થાન : દેવ-નારકો તિર્યંચાયું કે મનુષ્યાયુને જ બાંધી શકે છે અને તિર્યંચ-મનુષ્યો ચારે આયુષ્યમાંથી કોઈપણ આયુષ્યને બાંધી શકે છે. નરકા, ૧લા ગુણઠાણા સુધી જ બંધાય છે. તિર્યંચા, બીજા ગુણઠાણા સુધી જ બંધાય છે. મનુષ્યાય ૩જા વિના ૧ થી ૪ ગુણઠાણા સુધી જ બંધાય છે અને દેવાયુ ૩જા વિના ૧થી૭ ગુણઠાણા જ સુધી બંધાય છે. કોઈપણ જીવ એકભવમાં એક જ વાર અંતર્મુહૂર્તકાળ સુધી સતત એક જ આયુષ્યને બાંધે છે. બે-ત્રણ કે ચાર આયુષ્યને બાંધી શકતો નથી. તેથી આયુષ્યકર્મમાં ૧ પ્રકૃતિનું એક જ બંધ સ્થાન હોય છે. આયુષ્યકર્મનું ઉદયસ્થાન : દેવ-નારકોને ૧ થી ૪ ગુણઠાણા હોય છે એટલે દેવાયુ અને નરકાયુનો ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. તિર્યંચોને ૧ થી ૫ ગુણઠાણા હોય છે. એટલે તિર્યંચાયુનો ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે. મનુષ્યને ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે. એટલે મનુષ્યાયુનો ઉદય ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. કોઈપણ જીવને એકભવમાં એક જ આયુષ્યનો ઉદય હોય છે. નારકોને નરકાયુનો ઉદય હોય છે. તિર્યંચોને તિર્યંચાયુનો ઉદય હોય છે. મનુષ્યોને મનુષ્યાયનો ઉદય હોય છે અને દેવોને દેવાયુનો ઉદય હોય છે. એક જીવને બે-ત્રણ કે ચાર આયુષ્યનો ઉદય હોતો નથી. તેથી આયુષ્યમાં ૧ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન હોય છે. આયુષ્યકર્મના સત્તાસ્થાન : નરકાયુ અને તિર્યંચાયુની સત્તા ૧ થી ૭ ગુણઠાણા સુધી હોય છે. દેવાયુની સત્તા ઉપશમકને ૧ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે અને મનુષ્યાયુની સત્તા ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. પ૨
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy