________________
ઉત્તરકર્મપ્રકૃતિની સંખ્યાपंचनवदुन्निअट्ठावीसा चउरो तहेव बायाला । दुन्नि अ पंच य भणिया, पयडीओ आणुपुव्वीए ॥ ६ ॥
ગાથાર્થ જ્ઞાનાવરણીયાદિ ૮ કર્મની ઉત્તરપ્રકૃતિ ક્રમશઃ પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, બેતાલીસ, બે, પાંચ હોય છે. - વિવેચન - બંધની અપેક્ષાએ જ્ઞાનાવ૫ + દર્શના૦૯ + વેદનીય૨ + મોહનીય-૨૬ + આયુષ્ય-૪ + નામ-૬૭ + ગોત્ર-ર + અંતરાય-૫ = ૧૨૦ ઉત્તરપ્રકૃતિ હોય છે.
ઉદયની અપેક્ષાએ જ્ઞાના૦૫ + દર્શના૦૯ + વેદનીય-ર + મોહનીય-૨૮ + આયુષ્ય-૪ + નામ-૬૭ + ગોત્ર-૨ + અંતરાય-૫ = ૧૨૨ ઉત્તરપ્રકૃતિ હોય છે.
સત્તાની અપેક્ષાએ જ્ઞાના૦૫ + દર્શના૦૯ + વેદનીય-૨ + મોહનીય-૨૮ + આયુષ્ય-૪ + નામ-૯૩ + ગોત્ર-૨ + અંતરાય-૫ = ૧૪૮ ઉત્તરપ્રકૃતિ હોય છે. અથવા જ્ઞાના૦૫ + દર્શના ૯ + વેદનીય-૨ + મોહનીય-૨૮ + આયુષ્ય-૪ + નામ-૧૦૩ + ગોત્ર૨ + અંતરાય-૫ = ૧૫૮ ઉત્તરપ્રકૃતિ હોય છે.
ઉત્તરકર્મપ્રકૃતિનો સંવેધઃજ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધ बंधोदय संतंसा नाणावरणंतराइए पंच । बंधोवरमेवि उदय, संतंसा हुंति पंचेव ॥ ७ ॥
ગાથાર્થ જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં પાંચ પ્રકૃતિનો બંધ, પાંચ પ્રકૃતિનો ઉદય અને પાંચ પ્રકૃતિની સત્તા હોય છે તથા બંધના અભાવમાં પાંચ પ્રકૃતિનો ઉદય અને પાંચ પ્રકૃતિની સત્તા હોય છે.
વિવેચન - જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મની પાંચે પ્રકૃતિઓ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી સતત બંધાય છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય
૩૨