SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનકમાં મૂલકર્મનો સંવેધઃ ગુણઠાણામાં મૂળકર્મનો સંવેધ - अट्ठसु एगविगप्पो, छस्सुवि गुणसन्निएसु दुविगप्पो । पत्तेयं पत्तेयं बंधोदयसंतकम्माणं ॥ ५ ॥ ગાથાર્થ - આઠગુણઠાણામાં દરેક ગુણઠાણે એક-એક વિકલા અને છગુણઠાણામાં દરેક ગુણઠાણે બે-બે વિકલ્પો બંધ-ઉદય-સત્તામાં રહેલા કર્મોના જાણવા. વિવેચનઃ- મિથ્યાત્વ ગુણઠાણામાં આયુષ્ય બંધાતુ હોય ત્યારે (૧) ૮ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે, અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે (૨) ૭ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. એ જ રીતે, સાસ્વાદન-સમ્યકત્વ-દેશવિરતિપ્રમત્ત-અપ્રમત્તગુણઠાણામાં બે-બે ભાંગા ઘટે છે. -૩જા-૮મા-૯મા ગુણઠાણે આયુષ્ય બંધાતું નથી એટલે ત્યાં ૭ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. એ એક-એક જ ભાંગો મિશ્ર-અપૂર્વકરણ-અનિવૃત્તિ ગુણઠાણે ઘટે છે. ૧૦માં ગુણઠાણે આયુષ્ય અને મોહનીય વિના ૬ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. એ એક જ ભાંગો સૂક્ષ્મસંપરાયગુણઠાણે ઘટે છે. ૧૧મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. એ એક જ ભાંગો ઉપશાંતમોહગુણઠાણે ઘટે છે. ૧૨મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૭ કર્મની સત્તા હોય છે, એ એક જ ભાંગો ક્ષીણમોહગુણઠાણે ઘટે છે. ૧૩મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે. એ એક જ ભાંગો સયોગ કેવલીગુણઠાણે ઘટે છે. ૧૪મા ગુણઠાણે અબંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે. એ એક જ ભાંગો અયોગીકેવલીગુણઠાણે ઘટે છે. અને ઉદય પટે છે. સરકારે છે, ૨૫
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy