SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) અપર્યાપ્ત ચઉરિન્દ્રિય (૧૦) પર્યાપ્ત ચઉરિન્દ્રિય (૧૧)અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય (૧૨) પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય (૧૩) અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય (૧૪) પર્યાપ્તસંજ્ઞી પંચેન્દ્રિય.... એ ૧૪ જીવસ્થાનકમાંથી પહેલા-૧૩ જીવસ્થાનકમાં આયુષ્ય બંધાતું હોય ત્યારે (૧) ૮ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. અને આયુષ્ય ન બંધાતુ હોય ત્યારે (૨) ૭ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. એ રીતે, પહેલા ૧૩ જીવસ્થાનકમાં બે ભાંગા ઘટે છે. સંજ્ઞીપર્યાપ્તાને ૩જા વિના ૧ થી ૭ ગુણઠાણામાં આયુષ્ય બંધાતું હોય ત્યારે (૧) ૮ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. ૩/૮૯ ગુણઠાણામાં અને ૧/૨/૪/૫/૬/૭ ગુણઠાણામાં આયુષ્ય ન બંધાતું હોય ત્યારે (૨) ૭ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. સૂક્ષ્મસંપરાયગુણઠાણે (૩) ૬ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. ઉપશાંતમોહગુણઠાણે (૪) ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે અને ક્ષીણમોહગુણઠાણે (૫) ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૭ કર્મની સત્તા હોય છે એ રીતે, સંજ્ઞીપર્યાપ્તાને ૫ ભાંગા ઘટે છે. કેવલીભગવંતો સાક્ષાત્ આત્મા દ્વારા લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્યના સર્વપર્યાયોને એકીસાથે જાણે છે. તેથી તેઓને ચિંતાનાત્મક ભાવમન હોતું નથી એટલે તેઓને શાસ્ત્રમાં નો સંજ્ઞી, નો અસંશી કહ્યાં છે. એટલે કેવલીભગવંતો સંજ્ઞી નથી એવી વિવેક્ષાથી અહીં કેવલીભગવંતને બે ભાંગા જુદા કહ્યાં છે. સયોગીકેવલીભગવંતને (૧) ૧ કર્મનો બંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે. અને અયોગ કેવલીભગવંતને (૨) કર્મનો અબંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે. એ રીતે કેવલીભગવંતને બે ભાંગા ઘટે છે. ૨૩ :
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy