SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ હા મા ગુરહાન ૩જો ભાંગો ૧૦માં ગુણઠાણે જ હોય છે. * ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી એક જ વેદનીયકર્મ બંધાય છે. પણ ૧૧મા ગુણઠાણે મોહનીય વિના ૭ કર્મનો ઉદય અને કર્મની સત્તા હોય છે. ૧૨મા ગુણઠાણે ૭ કર્મનો ઉદય અને મોહનીય વિના ૭ કર્મની સત્તા હોય છે. ૧૩મા ગુણઠાણે ૪ અઘાતી કર્મોનો ઉદય અને ૪ અઘાતી કર્મોની સત્તા હોય છે. એટલે ૧ ના બંધકાળે ૩ વિકલ્પો થાય છે. * ૧૧મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે તે ચોથો ભાંગો થયો. તેનો કાળ ૧૧મા ગુણઠાણાની જેમ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. ૪થો ભાંગો ૧૧મા ગુણઠાણે જ હોય છે. * ૧૨મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૭ કર્મની સત્તા હોય છે તે પાંચમો ભાંગો થયો. તેનો કાળ ૧૨મા ગુણઠાણાની જેમ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. પમો ભાંગો ૧૨મા ગુણઠાણે જ હોય છે. + ૧૩મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે તે છઠ્ઠો ભાંગો થયો. તેનો કાળ ૧૩મા ગુણઠાણાની જેમ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. ૬ઠ્ઠો ભાંગી ૧૩મા ગુણઠાણે જ હોય છે. ૧૪ મા ગુણઠાણે કોઈપણ કર્મ બંધાતું નથી પણ ત્યાં જ કર્મોનો ઉદય અને ૪ કર્મની સત્તા હોય છે એટલે બંધના અભાવમાં પણ એક ભાંગો થાય છે. * ૧૪ મા ગુણઠાણે અબંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે તે સાતમો ભાંગો થયો. તેનો કાળ ૧૪મા ગુણઠાણાની જેમ પાંચહૂાક્ષરના ઉચ્ચારણ જેટલો છે. ૭મો ભાંગો ૧૪માં ગુણઠાણે જ હોય છે. ૨ ૧
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy