SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ કર્મની સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણકે ૭ કર્મની સત્તા ૧૨ મા ગુણઠાણે જ હોય છે અને ૧૨મા ગુણઠાણાનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ છે. એટલે ૭ કર્મના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યો છે. * ૪ કર્મના સત્તાસ્થાનના સ્વામી સયોગીકેવલી ભગવંતો અને અયોગી કેવલી ભગવંતો છે. ૪ કર્મના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. કારણકે જે મનુષ્ય પોતાના ચાલુ ભવનું આયુષ્ય અંતર્મુહૂર્ત જ બાકી હોય, તે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેને સયોગીકેવલી અને અયોગીકેવલી અવસ્થામાં અંતર્મુહૂર્ત સુધી જ ચાર અઘાતી કર્મોની સત્તા હોય છે. એટલે જઘન્યથી ૪ કર્મોના સત્તાસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત કર્યો છે અને પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય સાધિક ૮ વર્ષની ઉમરે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેને દેશોન પૂર્વક્રોડવર્ષ સુધી ૪ કર્મોની સત્તા હોય છે એટલે ઉત્કૃષ્ટથી ૪ કર્મોના સત્તાસ્થાનનો કાળ દેશોનપૂર્વક્રોડવર્ષ કહ્યો છે. -: મૂળકર્મના સત્તાસ્થાન-સ્વામી કાળ :સત્તાસ્થાન સ્વામી ઉત્કૃષ્ટ ૮ કર્મનું | ૧ થી ૧૧ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત ગુણઠાણાવાળા જીવો ભવ્યની અપેક્ષાએ સાદિ-અનંત ૭ કર્મનું | છદ્મસ્થક્ષીણમોહી | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૪ કર્મનું | સયોગી-અયોગી કેવલી | અંતર્મુહૂર્ત દેશોન પૂર્વક્રોડવર્ષ મૂળકર્મમાં બંધોદયસત્તાનો સંવેધ - મૂળકર્મનો સંવેધ :अट्ठविह सत्त छ बंधएसु अद्वैव उदयसंतंसा । एगविहे तिविगप्पो एगविगप्पो अबंधम्मि ॥ ३ ॥ કાળ જઘન્ય ૧૯
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy