SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ યોગની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના ઉદયભાંગાઃ મિથ્યાત્વગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંથી મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા૦ અને વૈકા૦ (કુલ-૧૦ યોગ) પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે દરેક યોગમાં આઠ-આઠ ચોવીશી થાય છે. એટલે ૧૦ યોગ x ૮ ચોવીશી = ૮૦ ચોવીશી થાય છે. તે એક-એક ચોવીશીમાં ૨૪ ઉદયભાંગા હોય છે. એટલે ૮૦ ચોવીશી × ૨૪ ઉદયભાંગા ૧૯૨૦ ઉદયભાંગા થાય છે. (૧) કાર્યણકાયયોગ (૨) ઔમિશ્રયોગ અને (૩) વૈમિશ્રયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે દરેક યોગમાં અનંતાનુબંધીના ઉદયવાળી ૪ ચોવીશી જ થાય છે. અનંતાનુબંધીના ઉદય વિનાની ૪ ચોવીશી થતી નથી. કારણ કે અનંતાનુબંધીનો વિસંયોજક સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે આવે છે ત્યારે ૧ આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. તે વખતે જીવ મરણ પામતો નથી. અનંતાનુબંધીનો ઉદય થયા પછી જ તે જીવ મરણ પામે છે. એટલે મિથ્યાત્વગુણઠાણે કાર્યણાદિ૩ યોગની હાજરીમાં (અપર્યાપ્તાવસ્થામાં) અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. તેથી મિથ્યાત્વગુણઠાણે કાર્યણાદિ-૩ યોગમાં અનંતાનુબંધીના ઉદયવાળી-૪ ચોવીશી જ હોય છે. અનંતાનુબંધીના ઉદય વિનાની-૪ ચોવીશી હોતી નથી. તેથી ૩ યોગ × ૪ ચોવીશી = ૧૨ ચોવીશી થાય છે અને ૧૨ ચોવીશી × ૨૪ ભાંગા છે. એટલે યોગની અપેક્ષાએ મિથ્યાત્વગુણઠાણે ૨૨૦૮ ઉદયભાંગા થાય છે. ૨૮૮ ઉદયભાંગા થાય ૧૯૨૦ + ૨૮૮ = = = ૧૯૬ * સાસ્વાદનગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંથી વૈમિશ્ર વિનાના-૧૨ યોગ છે. તે દરેક યોગમાં ચાર-ચાર ચોવીશી થાય છે. એટલે ૧૨ યોગ × ૪ ચોવીશી = ૪૮ ચોવીશી થાય છે અને ૪૮ ચોવીશી × ૨૪ ભાંગા = ૧૧૫૨ ઉદયભાંગા થાય છે.
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy