SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયસ્થાને ૨૧નું એક જ સત્તાસ્થાન હોય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૭/૮/૯ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪/૨૩/૨૨ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. * મોહનીયની-૧૩ પ્રકૃતિના બંધક ઉપશમ સમ્યક્ત્વી મનુષ્યને ૫/૬/૭ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪ નું સત્તાસ્થાન હોય છે. દેશવિરતિ ક્ષાયિક સમ્યક્ત્વી મનુષ્યને ૫/૬/૭ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૧નું એક જ સત્તાસ્થાન હોય છે. દેશવિરતિ ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૬/૭/૮ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪/૨૩/૨૨ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. મોહનીયની-૧૩ પ્રકૃતિને બાંધનારા દેશવિરતિ ઉપશમ સમ્યક્ત્વી તિર્યંચને ૫/૬/૭ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮ નું એક જ સત્તાસ્થાન હોય છે અને દેશવિરતિ ક્ષયોપશમસમ્યક્ત્વી તિર્યંચને ૬/૭/૮ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪ નું સત્તાસ્થાન હોય છે. દેશવિરતિ તિર્યંચને ક્ષાયિક સમ્યક્ત્વ હોતું નથી. * મોહનીયની-૯ પ્રકૃતિને બાંધનારા પ્રમત્ત-અપ્રમત્ત ઉપશમસમ્યક્ત્વીને ૪/૫/૬નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪ નું સત્તાસ્થાન હોય છે. પ્રમત્ત-અપ્રમત્ત ક્ષાયિક સમ્યક્ત્વીને ૪/૫/૬ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૧નું સત્તાસ્થાન હોય છે. અને પ્રમત્ત-અપ્રમત્ત ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૫/૬/૭ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪/૨૩/૨૨ નું સત્તાસ્થાન હોય છે. શ્રેણીમાં ૮મા ગુણઠાણે ૯ પ્રકૃતિના બંધકને ઉપશમ શ્રેણીમાં ૪/૫/૬ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪/૨૧ નું સત્તાસ્થાન હોય છે અને ક્ષપક શ્રેણીમાં ૪/૫/૬ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૧નું જ સત્તાસ્થાન હોય છે. * ૯મા ગુણઠાણે મોહનીયની ૫ પ્રકૃતિના બંધકને ૨ના ઉદયે ૨૮/૨૪/૨૧/૧૩/૧૨/૧૧ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. ૧૫૨
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy