SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન - મોહનીયની-૨૨ પ્રકૃતિને બાંધનારા મિથ્યાદષ્ટિને ૭/૮/૯/૧૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૨૧ પ્રકૃતિને બાંધનારા સાસ્વાદનીને ૭/૮૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૧૭ પ્રકૃતિને બાંધનારા મિશ્રદૃષ્ટિને ૭૮૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૧૭ પ્રકૃતિને બાંધનારા સમ્યગદષ્ટિને ૬/૦૮/૯ (કુલ૪) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૧૩ પ્રકૃતિને બાંધનારા દેશવિરતિને ૫/૬/૭/૮ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૯ પ્રકૃતિને બાંધનારા પ્રમત્ત-અપ્રમત્ત સંયમીને ૪/૫/૬/૭ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૯ પ્રકૃતિને બાંધનારા ૮મા ગુણઠાણાવાળા જીવોને ૪/૫/૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૫ પ્રકૃતિના બંધકને ૨ નું ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૪/૩/૨/૧ ના બંધકને ૧નું ઉદયસ્થાન હોય છે અને બંધના અભાવમાં પણ ૧નું ઉદયસ્થાન હોય છે. * ઉદયસ્થાનમાં રહેલી પ્રકૃતિને ઉદયપદ કહે છે. જે ઉદયસ્થાનમાં જેટલી પ્રકૃતિ હોય, તે ઉદયસ્થાનમાં તેટલા ઉદયપદ હોય છે. જેમકે, ૭ના ઉદયસ્થાનમાં ૭ ઉદયપદ હોય છે. * ઉદયપદને ઉદય ચોવીશીથી ગુણતાં પદચોવીશી થાય છે. ઉદયપદ x ઉદયચોવીશી = પદચોવીશી ૭ના ઉદયસ્થાનમાં ૭ ઉદયપદ x ૧ ઉદયચોવીશી = ૭ પદચોવીશી હોય છે. * પદચોવીશીને ૨૪થી ગુણતાં પદભાંગા (પદવૃંદ) થાય છે. - પદચોવીશી x ૨૪ = પદભાંગા (પદવૃંદ) થાય. ૭ના ઉદયસ્થાનમાં ૭ પદચોવીશી x ૨૪ = ૧૬૮ પદભાંગા થાય છે. એટલે ૨૨ના બંધકને ૭ના ઉદયસ્થાનમાં ઉદયપદ ૭ હોય છે. પદચોવીશી ૭ થાય છે. ઉદયભાંગા ર૪ થાય છે અને પદભાંગા ૧૬૮ થાય છે. એ રીતે, દરેક ઉદયસ્થાનમાં વિચારવું... ૧૨૬
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy