SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જીવસ્થાનકમાં મોહનીયના બંધસ્થાન : (૧) લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મએકેન્દ્રિય (૨) લબ્ધિ-પર્યાપ્તા સૂક્ષ્મએકેન્દ્રિય (૩) લબ્ધિ-અપર્યાપ્તા બાદરએકેન્દ્રિય (૪) લબ્ધિ-અપર્યાપ્તા બેઈન્દ્રિય (૫) લબ્ધિ-અપર્યાપ્તા તેઈન્દ્રિય (૬) લબ્ધિ-અપર્યાપ્તા ચઉરિન્દ્રિય (૭) લબ્ધિ-અપર્યાપ્તા અસંજ્ઞીપંચે. (૮) લબ્ધિ-અપર્યાપ્તા સંજ્ઞી.. એ ૮ જીવભેદમાં ૧લું જ ગુણઠાણું હોય છે. એટલે તે જીવભેદમાં ૨૨નું બંધ સ્થાન હોય છે અને ૨૨ના બંધના-૬ ભાંગા ઘટે છે. (૧) લબ્ધિ-પર્યાપ્તાબાદએકેન્દ્રિય (૨) લબ્ધિ-પર્યાપ્તા બેઈન્દ્રિય (૩) લબ્ધિ-પર્યાપ્તા તેઈન્દ્રિય (૪) લબ્ધિ-પર્યાપ્તા ચઉરિન્દ્રિય (૫) લબ્ધિ-પર્યાપ્તા અસંક્ષીપંચેન્દ્રિય જીવોને કરણ અપર્યાપ્તાવસ્થામાં બીજું ગુણઠાણ પણ હોઈ શકે છે. કારણ કે કોઈક સંશી પર્યાપ્ત ઉપશમ સમ્યકત્વ પામીને બીજા ગુણઠાણે આવ્યા પછી મરણ પામીને, લબ્ધિ-પર્યાપ્તા બાદરએકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અસંજ્ઞીપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં બીજુ ગુણઠાણુ હોય છે. એટલે તે જીવભેદોમાં ૧ લા ગુણઠાણે ૨૨નું અને બીજા ગુણઠાણે ૨૧નું બંધસ્થાન હોય છે અને ૨૨ના બંધના - ૬ ભાંગા ૨૧ના બંધના - ૪ ભાંગા કુલ - ૧૦ ભાંગા ઘટે છે. સંજ્ઞીપંચેન્દ્રિય જીવભેદમાં ૧૦ બંધસ્થાન અને બંધભાંગા-૨૧ ઘટે છે. બંધસ્થાન-૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૧ બંધમાંગા- ૬ +૪ + ૨ + ૨ + ૨ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૨૧ ભાંગા ઘટે છે. (૨૩) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૪૦ જુઓ ૯૫
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy