SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધાદિ-૪ વિના ૧૭ પ્રકૃતિને એકી સાથે બાંધે છે. એટલે ૩જા/૪થા ગુણઠાણે ૧૭ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ છે. * સમ્યકત્વ ગુણઠાણે અપ્રત્યાખ્યાનીય કષાયનો બંધવિચ્છેદ થાય છે. એટલે દેશવિરતિ ગુણઠાણે કોઈપણ તિર્યંચ-મનુષ્ય ૧૭માંથી અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ-૪ વિના ૧૩ પ્રકૃતિને એકી સાથે બાંધે છે. એટલે દેશવિરતિ ગુણઠાણે ૧૩ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. * દેશવિરતિ ગુણઠાણે પ્રત્યાખ્યાનીય કષાયનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૬ થી ૮ ગુણઠાણામાં કોઈપણ સંયમી ૧૩માંથી પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ-૪ વિના ૯ પ્રકૃતિને બાંધે છે. એટલે ૬ થી ૮ ગુણઠાણામાં ૯ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. * ૮મા ગુણઠાણે હાસ્યાદિ-૪ નો બંધવિચ્છેદ થાય છે. એટલે ૯ પ્રકૃતિમાંથી હાસ્યાદિ-૪ વિના ૫ પ્રકૃતિ ૯મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી બંધાય છે. એટલે મા ગુણઠાણાના ૧લા ભાગે ૫ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. | * ૯મા ગુણઠાણાના ૧લા ભાગે પુ.વેદનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૯મા ગુણઠાણાના બીજા ભાગ ૪ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. * ૯ભા ગુણઠાણાના બીજા ભાગે સં.ક્રોધનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૯મા ગુણઠાણાના ત્રીજા ભાગે ૩ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. * ૯મા ગુણઠાણાના ત્રીજા ભાગે સં.માનનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૯મા ગુણઠાણાના ચોથા ભાગે ૨ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. (૨૨) જે મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને ૮મા ગુણઠાણાના પ્રથમ સમયે ૯ પ્રકૃતિને બાંધીને, તે જ સમયે મરણ પામીને, બીજા સમયે દેવભવમાં મોહનીયની ૧૭. પ્રકૃતિને બાંધે છે તે જીવને ૯ પ્રકૃતિનું બંધસ્થાન એક જ સમય હોય છે. એટલે ૯ પ્રકૃતિના બંધસ્થાનનો જઘન્યકાળ ૧ સમય ઘટી શકે છે. ૯૧
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy