SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. તેથી તિર્યંચગતિમાં અનિકાચિત જિનનામની સત્તા હોય છે. પણ તિર્યંચગતિમાં જિનનામની સત્તા ન હોય એવું જે આગમમાં કહ્યું છે તે નિકાચિત જિનનામની સત્તાની અપેક્ષાએ કહેલું છે. કારણકે નિકાચિત જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં જતો નથી. તેથી તિર્યંચગતિમાં નિકાચિત જિનનામની સત્તા હોતી નથી. અનિકાચિત જિનનામકર્મ ઘણા ભવ પહેલા પણ બંધાય છે અને જે ભવમાં બંધાય તે જ ભવમાં અનિકાચિત જિનનામની સ્થિતિ અપવર્તનાકરણથી ટૂંકાઈને નાશ પામી શકે છે. તેથી તિર્યંચગતિમાં ગયા વિના પણ જિનનામકર્મની અંત:કોકોસાની સ્થિતિ પૂર્ણ થઈ શકે છે. એટલે જિનનામકર્મની અંતઃકો૦કોસાની સ્થિતિ પૂર્ણ કરવા માટે તિર્યંચગતિમાં જવું જ પડે એવો કોઈ નિયમ નથી. આહારદિકનો અબાધાકાળ પૂર્ણ થયા પછી તુરત જ પ્રદેશોદય અથવા વિપાકોદય ચાલુ થાય છે. ક્યારેક દેશોનપૂર્વક્રોડવર્ષે પણ વિપાકોદય થાય છે. કારણકે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા કોઇક અપ્રમત્તમુનિ સાધિક ૮ વર્ષની ઉંમરે આહારકદ્ધિકને બાંધે છે. પછી પોતાનું આયુષ્ય પૂર્ણ થવાની તૈયારી થાય ત્યારે પણ આહારકશરીર બનાવે છે. તેથી દેશોનપૂર્વકોડવર્ષે પણ આહારકશરીરની રચનારૂપવિપાકોદય થાય છે. પણ આહારકશરીર એક અંતર્મુહૂર્ત રહીને નાશ પામી જાય છે. એટલે આહારકદ્વિકનો વિપાકોદય અંતર્મુહૂર્ત જ હોય છે તે સિવાય આહારદ્ધિકનો પ્રદેશોદય જ હોય છે. આહારકશરીરની જેમ આહારકબંધન અને આહારકસંઘાતનની ઉત્કૃષ્ટસ્થિતિ અંતઃકો૦કોસાબંધાય છે તેનાથી સંખ્યાતગુણજૂન અંતઃકો૦કોસા૦ જઘન્યસ્થિતિ બંધાય છે. ગ્રન્થકારભગવંતે જિનનામાદિ-૩ પ્રકૃતિના ઉસ્થિતિબંધની સાથે જ ગ્રન્થગૌરવના ભયથી જ સ્થિતિબંધ પણ કહ્યો છે. | તીર્થંકર નામકર્મ અને આહારકઢિકના ઉસ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણજૂન અંતઃકોકોસા. જિનનામાદિની ઉOઅંતઃકો૦કોસા)ની સંખ્યા
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy