SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય જિનશાસનનાં નભોમંડલમાં મૈત્રીનો મહાધ્વજ ફરકાવનાર સંઘે ક્યસૂત્રધાર પરમારાધ્ધપાદ શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાની અમીધારાથી નવપલ્લવિત થયેલી કારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિનું ૨૧ મું મૌલિકરૂપે આ ગ્રન્થ પ્રકાશિત થતાં હૈયું આનંદથી ઝૂમી ઉઠે છે. આ પૂર્વે કર્મવિપાક, કર્યસ્તવ, બંધસ્વામિત્વ અને ષડશીતિ પ્રકાશિત થઈ ગયા છે. હવે જેની કાગડોળે રાહ જોવાઇ રહી છે ચારે બાજુથી માંગણીની વણથંભી વણઝાર ચાલી રહી છે એ શતકનામ પંચમ કર્મગ્રન્થનું વિવેચન સાધ્વીજીશ્રી રમ્યગુણાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજીશ્રી હર્ષગુણાશ્રીજી મહારાજે તૈયાર કરેલું છે તે ગ્રન્થનું પ્રકાશન કરતાં અમો ગૌરવ અનુભવીએ છીએ. આ પુસ્તક પ્રકાશનમાં વિ.સં. ૨૦૧૬માં શ્રી સિદ્ધગિરિરાજની યશસ્વી ચાતુર્માસની સ્મૃતિ નિમિત્તે ભૂરિબેન ધુડાલાલ પુનમચંદ હક્કડ પરિવારે, જેન જે. મૂ. પૂ. જૂનાડીસા સંઘે પાલનપુરનિવાસી એક સદ્ગુહસ્થે આર્થિક સહયોગ આપીને પુસ્તક પ્રકાશનનો લાભ લીધો છે. તેઓશ્રીની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. પ્રાન્ત ગુરુભગવંતશ્રીને અંતરની આરઝુ કે આવા ગ્રન્થ પ્રકાશનનાં અવસર આપવા અનુગ્રહ કરે. લિ. ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રન્થાવલી સેવંતીલાલ એ. મહેતા.... (તા. ક. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી તૈયાર થયું હોવાથી ગૃહસ્થોએ મૂલ્ય આપીને જ માલિકી કરવી....) સિદ્ધગિરિનાં ચાતુર્માસના સ્નેહભીના સંગમરણો... સ્વ. પિતાશ્રી ધુડાભાઈના આત્મશ્રેયાર્થે માતુશ્રી ભૂરિબેનની ઉપસ્થિતિમાં ચાતુર્માસ આયોજન. પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજાની પાવનનિશ્રા.... અ. સુદ ૧૧ના ૧૭ આચાર્ય ભગવંતોનો ભવ્ય સામૈયા સહ શુભ પ્રવેશ અને તળેટીમાં થયેલા સામૂહિક પ્રવચનમાં વહેતાં મૈત્રીભાવનો મંગળ સંદેશ • અ. સુદ ૧૫ થી કા. સુદ ૧૪ સુધી ગજરાજ-બગી-સાજન-માજન સહ તળેટી યાત્રા અને તળેટીએ આવતાં-જતાં અધ્યાત્મયોગી પૂ. આ. ભ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજા આદિનાં મળતાં વારંવાર દર્શન.. સવારે-સાંજે પૂ. યશોવિજયસૂરિ મહારાજની વાચના પ્રસાદીને ઝીલવા પધારતાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો અને આરાધકોના દર્શન.. પૂ યશોવિજયસૂરિ મહારાજ દ્વારા “જ્ઞાનસાર” વિષય પર અને પૂ. મુનિચંદ્રસૂરિ મહારાજ દ્વારા “જૈન પરંપરાનો ઈતિહાસ” વિષય પર વહેતી પૂર્વજોની યશોગાથામાં પવિત્ર થવાની પાવન પળો..
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy