SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે પુવેદને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે પના બંધનો ચોથો ભૂયસ્કાર થાય છે. * ૫ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે ૮મા ગુણઠાણે આવીને હાસ્ય-રતિ અને ભય-જુગુપ્સાને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૯ ના બંધનો પાંચમો ભૂયસ્કાર થાય છે. * ૯ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે પાંચમા ગુણઠાણે આવીને પ્રત્યા૦૪ને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૧૩ના બંધનો છઠ્ઠો ભૂયસ્કાર થાય છે. ★ ૧૩ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે ચોથાગુણઠાણે આવીને અપ્રત્યા૦૪ને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૧૭ના બંધનો સાતમો ભૂયસ્કાર થાય છે. * ૧૭ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે બીજાગુણઠાણે આવીને અનંતા૦૪ને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૨૧ના બંધનો આઠમો ભૂયસ્કાર થાય છે. ⭑ ૨૧ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે પહેલા ગુણઠાણે આવીને મિથ્યાત્વને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૨૨ના બંધનો નવમો ભૂયસ્કાર થાય છે. દરેક ભૂયસ્કારબંધ પછી દ્વિતીયાદિ સમયે અવસ્થિતબંધ થાય છે. મોહનીયકર્મમાં ૮ અલ્પતરબંધ: * કોઇપણ જીવ મિથ્યાત્વગુણઠાણે ૨૨ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે મિશ્ર કે સમ્યક્ત્વ આવીને અનંતાનુબંધી-૪ વિના ૧૭ પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૧૭ના બંધનો પહેલો અલ્પતર થાય છે. * ૧૭ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે પાંચમા ગુણઠાણે આવીને અપ્રત્યાખ્યાનીય ૪ વિના ૧૩ પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૧૩ના બંધનો બીજો અલ્પતર થાય છે. * ૧૩ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે ૬ઠ્ઠાગુણઠાણે આવીને પ્રત્યાખ્યાનીય-૪ વિના ૯ પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમ સમયે ૯ના બંધનો ત્રીજો અલ્પતર થાય છે. ૬૪
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy