SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ આવું બધું થયા કરતું હોય તો એ એકાંતસંક્લેશ કે વિશુદ્ધિ નથી. પણ પરાવર્તમાનભાવ કહેવાય છે. આવી અવસ્થામાં એવા અધ્યવસાયો આવે છે કે જેના કારણે શાતાના બંધ પરથી પરાવભાવે અશાતાનો બંધ કે અશાતાના બંધ પરથી પરાભાવે શાતાનો બંધ થઇ શકે છે. આ પરિણામો પરાવર્તમાનમધ્યમપરિણામો કહેવાય છે. | (s) વર્ગણાઓનું આ જે સ્વરૂપ દર્શાવ્યું છે તે પાંચમા કર્મગ્રન્થની વૃત્તિમાં જેમ છે તેમ પંચસંગ્રહને અનુસરીને કર્મપ્રકૃતિવૃત્તિમાં વૃત્તિકારો શ્રીમલયગિરિ મ. તથા ઉપાશ્રીયશોવિજયમહારાજે આપેલું છે. જો કે સર્વત્ર અગ્રાહ્યવર્ગણાઓને માત્ર અગ્રાહ્યવર્ગણાઓ રૂપે જ જણાવી છે, પણ વિશેષ સ્પષ્ટતા માટે આ વિવેચનમાં એના ઔદારિક અગ્રાહ્ય, વૈક્રિય અગ્રાહ્ય, અને આહારક અગ્રાહ્ય નામો રાખ્યા છે. કર્મપ્રકૃતિના ચૂર્ણિકાર વગેરે ઔદારિક, વૈક્રિય અને આહારકગ્રાહ્યવર્ગણાઓને આહાર દ્રવ્યવર્ગણા તરીકે માને છે અને એમાં વચ્ચે વચ્ચે અગ્રાહ્યવર્ગણાઓ માનતા નથી. એટલે કે એમના મતે અહીં કહેલ વૈક્રિય અગ્રાહ્ય અને આહારક અગ્રાહ્યવર્ગણાઓ છે નહીં આમાં તત્ત્વ કેવલીગમ્ય છે. વળી કમ્મપયડી મૂળમાં શ્વાસોચ્છવાસવર્ગણા કહી નથી. પણ એનો “ચ” શબ્દથી સમુચ્ચય છે એમ સ્વીકારી વૃત્તિકારોએ એ વર્ગણાઓને પણ સમાવી છે. જ્યારે કમ્મપયડીના ચૂર્ણિકારે સૂત્રકારને સીધા અનુસરીને એનો સમાવેશ કર્યો નથી. “જે જીવને ઔદારિકાદિ-૩માંથી જે શરીર હોય તેને પ્રાયોગ્ય પગલોને જ તે જીવા શ્વાસોચ્છવાસરૂપે પરિણાવીને છોડે છે' એવો જે કેટલાક આચાર્યોનો મત છે એને અનુસરીને શ્વાસોચ્ચવર્ગણાઓને સૂત્રકારે પૃથર્ બતાવી નથી એવો ખુલાસો કમ્મપયડી ચૂર્ણિના ટીપ્પણકાર શ્રીમુનિચંદ્રસૂરિમહારાજે આપ્યો છે. (T) મૂળ અને ઉત્તરપ્રવૃતિઓમાં આ પ્રદેશવહેંચણી માત્ર સકષાયબંધની અપેક્ષાએ છે એ જાણવું. અન્યથા ઉત્તરપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટપદે શતાવેદનીયકર્મને અશાતા કરતાં વિશેષાધિક ન કહેતાં સંખ્યાતગુણ કહેત, કારણ કે અશાતાના બંધકાળે મૂળ પ્રકૃતિઓનો બંધ લેવાનો છે, એટલે કે એને લગભગ ૭મા ભાગનું દલિક મળે છે. જ્યારે શાતા માટે તો વીતરાગ જીવોને એક જ પ્રકૃતિનો બંધ લઈ શકવાથી સંપૂર્ણદલિક મળવાના ૪૦૨
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy