SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ અવશિષ્ટ આયુના બે તૃતીયાંશભાગે પ્રારંભ કરે. ને પછી શેષ આયુનો એક તૃતીયાંશ......એક તૃતીયાંશ ભાગ બાકી રહે ત્યારે આકર્ષ કરી શકે. (પૂર્વે કહ્યું એમ કરી શકે, કરે જ એવો નિયમ નહીં). પ્રથમ આકર્ષ પછી આયુ ન બંધાતું હોય તે બધો કાળ અબંધકાળ કહેવાય છે. આ અબંધકાળ દરમ્યાન, બાંધેલા આયુષ્યને ઘટાડી શકે છે. આશય એ છે કે ધારોકે પ્રથમ આકર્ષ દરમ્યાન ૧૦ સાગરોપમનું દેવનું આયુષ્ય બાંધ્યું. તો પછી જેટલા આકર્ષ થાય એમાં દેવાયુ જ બાંધે, અન્ય નહીં. વળી બીજો આકર્ષ ચાલુ થવા પૂર્વે જો જીવ પરિણામવશાત્ આમાં ઘટાડો ન કર્યો હોય તો બીજા આકર્ષે પણ ઓછામાં ઓછું ૧૦સાગરોનું બાંધે જ. એના કરતાં વધુ ૧૧-૧૨સાગરોળ વગેરે બાંધી શકે, પણ ઓછું નહીં જ. વળી આ વધારો જે કરવો હોય તે આકર્ષના પ્રથમ સમયે જ કરવો પડે, જો એ સમયે ન કરે, તો આકર્ષના બીજા-ત્રીજા વગે૨ે સમયે વધારો થઇ શકતો નથી. એક આકર્ષના દરેક સમયે એક સરખો જ આયુબંધ થાય છે, અને વર્તમાન જીવનનો એક-એક સમય ઓછો થતો જતો હોવાથી અબાધા ૧-૧ સમય ઘટતી જાય છે. તથા, આકર્ષના બીજાત્રીજા વગે૨ે સમય દરમ્યાન બધ્યમાન આયુષ્યમાં ઘટાડો પણ થઇ શકતો નથી. કારણકે ઘોલમાન પરિણામ હોવાથી (અર્થાત્ લગભગ એક સરખા જેવા પરિણામ હોવાથી) આકર્ષના દરેક સમયો દ૨મ્યાન આયુબંધ એકસમાન થાય છે. ટૂંકમાં, જો કરવો હોય તો, અબંધકાળ દરમ્યાન ઘટાડો થઇ શકે છે, અને આકર્ષના પ્રથમ સમયે વધારો થઇ શકે છે. આઠ સુધીમાં જેટલા આકર્ષ કરવાના હોય એટલા થઇ જાય એટલે આયુષ્ય ફાઇનલ થઇ જાય છે, પછી એમાં વર્તમાન ભવ દરમ્યાન વધારો થઇ શકતો નથી, ઘટાડો થઇ શકે છે. શ્રીકૃષ્ણે ૭મી નરકમાંથી આયુ ઘટાડીને ત્રીજી નરક સુધીનું ૧૮૦૦૦ વંદન દરમ્યાન જે કરી નાખ્યું તે અબંધકાળ દરમ્યાન કરેલું જાણવું. આયુષ્યના અપર્વતનીય-અનપર્વતનીય એવા જે વિભાગ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે તે, જે ભવનું આયુષ્ય બાંધ્યું હોય તે ભવનો પ્રારંભ થયા પછી એમાં અપવર્તના (ઘટાડો) થઇ શકે કે ન થઇ શકે એની અપેક્ષાએ છે, જે ભવમાં આયુષ્ય બાંધ્યું હોય એ ભવમાં તો અબંધકાળ દરમ્યાન અપર્વતના ૩૯૪
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy