SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ જીવપ્રદેશોની પણ એવી જ હિલચાલ થાય છે, ને જીવપ્રદેશોની કોઇપણ હિલચાલ સાથે શરીરપુદ્ગલોની પણ એવી જ હિલચાલ થાય છે. ત્રસજીવ સ્વકીય ઇચ્છાથી જ્યારે હલનચલન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે એનો પ્રયત્ન પોતાના આત્મપ્રદેશોને એ દિશામાં ધકેલવાનો હોય છે. ને આત્મપ્રદેશો સાથે શરીર પણ એ દિશામાં ધકેલાય છે. આ પ્રયત્નના કારણે આત્મપ્રદેશોની સ્થિતિ પ્રત્યેક ક્ષણે બદલાતી રહે છે ને એના કારણે ગતિ થાય છે. હલનચલન થાય છે. આત્મપ્રદેશોની સાથે શરીરની સ્થિતિ પણ પ્રતિક્ષણ બદલાતી રહે છે ને તેના કારણે ગતિ દૃષ્ટિગોચર બને છે. શુભ ખગતિનામકર્મના ઉદયવાળા જીવને જ્યારે એ ચાલવાનો પ્રયાસ કરે ને આત્મપ્રદેશોને આગળ ધકેલે ત્યારે આ કર્મના ઉદયના કારણે આત્મપ્રદેશો પ્રતિક્ષણ એવી રીતે ધકેલાય છે કે જેથી એની સાથે ગતિશીલ બનેલા શરીરની પ્રતિક્ષણ બનતી અવસ્થાઓથી હંસ જેવી ચાલની આકૃતિ રચાય. ને જોનારને એ ચાલ જોવી ગમે. આમ ગતિપરિણત જીવના આત્મપ્રદેશો પ્રતિક્ષણ ચોક્કસ પ્રકારે (અમુક ચોક્કસ આકૃતિ રચાય એ રીતે) જે ખસે છે તે ખગતિનામકર્મનો ઉદય છે. અર્થાત્ એનો સાક્ષાત્ વિપાક આત્મપ્રદેશો પર છે, ને પછી આત્મપ્રદેશોના એ રીતે ખસવાના કારણે શરીરની એવી સારી કે નરસી ચાલ ઉભી થતી હોવાથી શરીર પર એની અસર પરંપરાએ છે. માટે ખગતિનામકર્મ જીવવિપાકી છે. ત્રસનામકર્મ અને સ્થાવરનામકર્મની જીવવિપાકતા પણ આ રીતે વિચારી શકાય છે. સ્થાવરનામકર્મના ઉદયનો પ્રભાવ એવો છે કે એ જીવ પોતાના પ્રયત્નથી આત્મપ્રદેશોને કોઇપણ દિશામાં ધકેલી શકતો જ નથી. ને તેથી આત્મપ્રદેશોની સાથે શરીરની ગતિ થાય એવું પણ શક્ય બનતું જ નથી. હા, બાહ્ય પદાર્થથી શરીર ધકેલાય ને તેની સાથે આત્મપ્રદેશો ધકેલાય એવું બની શકે છે. જેમકે પવનપ્રેરિત લીલું પાંદડું.. આમાં પવનથી પાંદડું (વનસ્પતિકાયજીવનું શરી૨) આમતેમ ફંગોળાય છે ને એની સાથે આત્મપ્રદેશો પણ તણાય છે. આમાં જીવનો કોઇ પ્રયત્ન હોતો નથી. ત્રસકાય માટે આનાથી જુદું છે. જીવ પોતે પ્રયત્ન કરીને આત્મપ્રદેશોને ३८७
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy