SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીવેદે શ્રેણી માંડનારો જીવ સૌ પ્રથમ નપુંસકવેદનો ક્ષય કરે છે. પછી સ્ત્રીવેદનો ક્ષય કરે છે. પછી પુત્રવેદ અને હાસ્યાદિ-૬નો એકીસાથે ક્ષય કરે છે. નપુંસકવેદે શ્રેણી માંડનારો જીવ સૌ પ્રથમ સ્ત્રીવેદ અને નપુંસકવેદનો એકીસાથે ક્ષય કરે છે. ત્યારપછી હાસ્યાદિ-૬ અને પુત્વવેદનો એકીસાથે ક્ષય કરે છે. અવેદીજીવ અંતર્મુહૂર્તકાળમાં સંઇક્રોધનો ક્ષય કરે છે. ત્યારપછી અંતર્મુહૂર્તકાળમાં સંવમાનનો ક્ષય કરે છે. ત્યારપછી અંતર્મુહૂર્તમાં સંવમાયાનો ક્ષય કરે છે. ત્યારબાદ અંતર્મુહૂર્તકાળે સંલોભનો બંધવિચ્છેદ થાય છે અને સંઈબાદરલોભનો ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે તે જ સમયે ૯મું ગુણસ્થાનક પૂર્ણ થાય છે. ત્યાર પછી જીવ ૧૦માં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. ૧૦મા ગુણઠાણાનો છેલ્લો એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. ત્યારે સર્વોપવર્તનાથી સંOલોભની સ્થિતિ ૧૦માં ગુણઠાણાના કાળ જેટલી કરી નાખે છે. ત્યારબાદ સંદ્રલોભને ઉદયઉદીરણાથી ભોગવતો ભોગવતો છેલ્લા સમયે આવે છે. ત્યારે સંવલોભનો સંપૂર્ણ ક્ષય કરે છે. તે વખતે મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી જીવને “ક્ષાયિકથાખ્યાતચારિત્ર” પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણીયાદિ-૧૬ પ્રકૃતિનો ક્ષય : ૧૦મું ગુણઠાણુ પૂર્ણ થયા પછી જીવ ૧૨મા ગુણઠાણે આવે છે. ૧૨માં ગુણઠાણાનો છેલ્લો એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. ત્યારે સર્વાપવર્તનાથી જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાય-પની સ્થિતિ ૧૨માગુણઠાણાના કાળ તુલ્ય કરે છે અને નિદ્રાદ્ધિકની સ્વરૂપસત્તાની અપેક્ષાએ ૧સમયન્ન કરે છે. એટલે ૧૨મા ગુણસ્થાનકના દ્વિચરમસમયે નિદ્રાદ્રિકનો ક્ષય થાય છે. અને છેલ્લા સમયે જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિનો ક્ષય થાય છે. તે વખતે ઘાતકર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે. ત્યારપછીના સમયે જીવ “કેવલજ્ઞાની” બને છે. સયોગી ગુણઠાણામાં સયોગીકેવલીભગવંત જઘન્યથી અંતર્મુહૂર્ત હું ૩૭૫OS
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy