SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ એ ૫૦ પ્રકૃતિનો જળપ્રદેશબંધ કરે છે. કારણ કે નામકર્મની ૨૩/૨૫/૨૬/ ૨૯ પ્રકૃતિ બાંધતી વખતે તિર્યંચદ્વિકાદિ-૫૦ પ્રકૃતિ બંધાય છે. પણ તે વખતે નામકર્મના દલિકના ઓછા ભાગ થવાથી તે પ્રકૃતિના ભાગમાં ઘણા દલિકો આવે છે. તેથી તે પ્રકૃતિનો જપ્રદેશબંધ થતો નથી અને અપ્રમત્તમુનિ દેવપ્રાયોગ્ય-૩૧ પ્રકૃતિ બાંધતી વખતે પંચેન્દ્રિય, ધ્રુવબંધી-૯, ૧લું સંસ્થાન, શુભવિહા૦ વગેરે પ્રકૃતિ બાંધે છે. પણ અપર્યાપ્તસૂક્ષ્મનિગોદીયાજીવના યોગથી અપ્રમત્તમુનિનો જઘન્યયોગ અસંખ્યગુણો હોય છે. તેથી તે મહાત્મા પંચેન્દ્રિયાદિનો જ પ્રદેશબંધ કરી શકતા નથી. એટલે તિર્યંચપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિને બાંધનારા લબ્ધિ-અપસૂક્ષ્મનિગોદીયાજીવોને તિર્યંચદ્ધિકાદિ-૫૦ પ્રકૃતિના જળપ્રદેશબંધના સ્વામી કહ્યાં છે. સર્વજધન્યયોગવાળા લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે જ્ઞાના૦૫+દર્શના૦૯+વેદનીય-૨+મોહનીય-૨૬+ગોત્ર-૨+ અંતરાય-૫=૪૯ પ્રકૃતિનો જળપ્રદેશબંધ કરે છે. પ્રદેશબંધનો કાળ : કોઇપણ જીવ અપર્યાપ્તાવસ્થામાં જે પ્રકૃતિનો જપ્રદેશબંધ કરે છે. તે પ્રકૃતિનો જપ્રદેશબંધ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી ૧સમય જ થાય છે. કારણ કે દરેકજીવને અપર્યાપ્તાવસ્થામાં પ્રતિસમયે અસંખ્યગુણયોગ વધે છે. તેથી એક યોગસ્થાનક એક જ સમય રહે છે. બીજાસમયે તે જીવનું યોગસ્થાનક બદલાઇ જાય છે. અને પરાવર્તમાનયોગવાળો જીવ પર્યાપ્તાવસ્થામાં જે પ્રકૃતિનો જળપ્રદેશબંધ કરે છે. તે પ્રકૃતિનો જપ્રદેશબંધ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૪ સમય સુધી થાય છે. કારણ કે ચિત્રનં૦૧૦માં બતાવ્યા મુજબ શરૂઆતના અસંખ્યજધન્યયોગસ્થાનકમાંથી સ્વયોગ્ય જધન્યયોગસ્થાનકે જીવ વધુમાં વધુ ૪ સમય સુધી રહી શકે છે. તેથી જપ્રદેશબંધ જઘન્યથી ૧સમય અને ઉત્કૃષ્ટથી ૪ સમય સુધી થાય છે. એ જ રીતે, ચિત્રનં૦૧૦માં બતાવ્યા મુજબ છેલ્લા અસંખ્ય ઉત્કૃષ્ટયોગસ્થાનકમાં જીવ વધુમાં વધુ ૨ સમય રહી શકે છે. તેથી ઉપ્રદેશબંધ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૨ સમય સુધી થાય છે. ૩૪૪
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy