SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ સાસ્વાદનગુણઠાણે ઉત્કૃષ્ટયોગ હોય, તો સાસ્વાદનગુણઠાણે જ અનંતાનુબંધીને મિથ્યાત્વનો ભાગ મલવાથી અનંતાનુબંધીનો ઉ0પ્રદેશબંધ થાય. તેથી અનંતાનુબંધીના અનુત્કૃષ્ટપ્રદેશબંધના સાદ્યાદિ-૪ ભાંગા થાય પણ શાસ્ત્રકાર . ભગવંત ગાથા નં૦૯૪માં અનંતાનુબંધીના અનુત્કૃષ્ટપ્રદેશબંધના સાદિ-સાંત જ ભાંગા બતાવ્યા છે. સાઘાદિ-૪ ભાંગા બતાવ્યા નથી. તેથી એવું જણાય છે કે, સાસ્વાદનગુણઠાણુ થોડો જ કાળ રહેતું હોવાથી તથાવિધ પ્રયત્ન થઈ શકતો નથી. અથવા અન્ય કોઇપણ કારણથી સાસ્વાદનગુણઠાણામાં ઉત્કૃષ્ટયોગ હોતો નથી. તથા મતિજ્ઞાનાવરણીય-૧૭ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ સૂક્ષ્મસંપરાય ગુણઠાણાવાળા જીવો કરે છે. અને બાકીની પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ મિથ્યાષ્ટિ જ કરે છે. સાસ્વાદની કરતા નથી. એમ કહેલું હોવાથી પણ એવું જણાય છે કે સાસ્વાદનગુણઠાણે ઉત્કૃષ્ટયોગનો અસંભવ છે. તેથી સાસ્વાદનગુર્ણઠણે આયુષ્યનો ઉ0પ્રદેશબંધ નથી કહ્યો. મોહનીયના ઉ0પ્રદેશબંધના સ્વામી - મિથ્યાત્વ, સમ્યકત્વ, દેશવિરતિ, પ્રમત્ત-અપ્રમત્ત, અપૂર્વકરણ અને અનિવૃત્તિગુણઠાણામાં રહેલા ઉત્કૃષ્ટયોગી આયુષ્ય ન બંધાતું હોય ત્યારે મોહનીયનો ઉત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે. શંકા-સાસ્વાદન-મિત્રે મોહનીયનો ઉouદેશબંધ કેમ ન થાય? સમાધાનઃ- સાસ્વાદનગુણઠાણે ઉપર કહ્યાં મુજબ ઉયોગ હોતો નથી અને મિશ્રગુણઠાણે પણ ઉયોગનો અભાવ છે. કારણ કે જો મિશ્રગુણઠાણે ઉ૦યોગ હોય, તો અપ્રત્યાખ્યાનીય-૪નો ઉ0પ્રદેશબંધ મિશ્રગુણઠાણે જ થાય. સમ્યકત્વગુણઠાણે ન થાય કારણકે સમ્યક્ત્વગુણઠાણે આયુષ્ય ન બંધાય ત્યારે મૂળ-૭ કર્મો બંધાય છે. અને મોહનીયની ઉત્તરપ્રકૃતિ-૧૭ બંધાય છે. એ જ રીતે, મિશ્રગુણઠાણે પણ આયુષ્ય બંધાતું ન હોવાથી મૂળ-૭કર્મો જ બંધાય છે અને મોહનીયની ઉત્તરપ્રકૃતિ-૧૭ (૬૪) સ્વોપજ્ઞટીકામાં કહ્યું છે કે, મતો સાસ્વાદુનમણીયુષ ૩ષ્ટ પ્રશસ્વામિના મિચ્છન્તિ તન્મતમુપેક્ષતિ સ્થિiા આથી એવું નક્કી થાય કે, કોઇક આચાર્યભગવંત સાસ્વાદનીને પણ આયુષ્યના ઉ0પ્રદેશબંધના સ્વામી માને છે. ૩૩૦
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy