SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ મનરૂપે પરિણમાવીને મૂકે છે. તેથી મનઃસૂક્ષ્મપુદ્ગલપરાવર્ત અનંતગુણાકાળે પૂર્ણ થાય છે. (૬) તેનાથી ભાષાસૂક્ષ્મપુદ્ગલપરાવર્તરૂપ કાળ અનંતગુણ છે. કારણ કે મનને યોગ્ય પુદ્ગલસ્કંધોથી ભાષાને યોગ્ય પુદ્ગલસ્કંધો ઓછા ૫૨માણુના બનેલા હોવાથી સ્થૂલ છે તેથી ભાષાસૂક્ષ્મપુદ્ગલપરાવર્ત અનંતગુણાકાળે પૂર્ણ થાય છે. (૭) તેનાથી વૈક્રિયસૂક્ષ્મપુદ્ગલપરાવર્તરૂપ કાળ અનંતગુણ છે. કારણ કે કોઇપણ સંજ્ઞીજીવ દેવ-નારકીના ભવમાં અને તિર્યંચ-મનુષ્યના ભવમાં ક્યારેક ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે. ત્યારે વૈક્રિયપુદ્ગલોને ગ્રહણ કરીને વૈક્રિયશરીરરૂપે પરિણમાવે છે. તેથી વૈક્રિયસૂક્ષ્મપુદ્ગલપરાવર્ત અનંતગુણાકાળે પૂર્ણ થાય છે. મતાંતર : કેટલાક આચાર્યભગવંતોનું એવું માનવું છે કે, જેટલા કાળમાં સંસારમાં ભટકતો કોઇ પણ જીવ અનેકભવ કરવા દ્વારા સંપૂર્ણલોકમાં રહેલા પુદ્ગલોને ઔદારિકાદિ-૪ શ૨ી૨રૂપે પરિણમાવીને મૂકે છે. તેટલા કાળને બાદરદ્રવ્યપુદ્ગલપરાવર્ત કહે છે. અને જેટલા કાળમાં સંસારમાં ભટકતો કોઇપણ જીવ અનેકભવ કરવા દ્વારા લોકમાં રહેલા સંપૂર્ણ પુગલોને ઔદારિકાદિ-૪ શરીરમાંથી કોઇપણ એક શરીરરૂપે પરિણમાવીને મૂકે, તેટલા કાળને સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલપરાવર્ત કહે છે. ક્ષેત્ર-કાળ-ભાવ પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ :लोगपएसोसप्पिणि-समया अणुभागबंधठाणा य । जहतहकममरणेणं, पुठा खित्ताइ थूलियरा ॥ ८८ ॥ लोकप्रदेशोत्सर्पिणीसमया अनुभागबन्धस्थानानि च । यथातथाक्रममरणेन स्पृष्टाः क्षेत्रादयः स्थूला इतरा: || ૮૮|| ગાથાર્થ ઃ- લોકના આકાશપ્રદેશો, ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો અને રસબંધના અધ્યવસાયસ્થાનોને જેમ તેમ [આડા-અવળા ૩૨૩
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy