SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પડીને ફરીથી સાસ્વાદનગુણઠાણે આવે છે. એટલે સાસ્વાદનગુણઠાણાનો અંતરકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત જ થાય છે. તો પલ્યોપમનો અસંખ્યાતમોભાગ કેમ કહો છો? સમાધાન :- ઉપશમસમ્યક્ત્વ પામ્યા પછી સાસ્વાદનગુણઠાણે ચારેગતિના જીવો આવી શકે છે. તથા ગ્રન્થિભેદજન્ય ઉપસિમ્યકત્વ ભવચક્રમાં અનેકવાર પામી શકે છે અને ઉપશમશ્રેણીથી પડીને સાસ્વાદનગુણઠાણે આવેલો મનુષ્ય અંતર્મુહૂર્ત પછી ફરીથી ઉપશમશ્રેણી પર ચઢ્યા પછી ત્યાંથી પડીને સાસ્વાદનગુણઠાણે આવે, એવું ભવચક્રમાં બે જ વાર બની શકે છે અને મનુષ્યગતિમાં જ સંભવે છે. એટલે સાસ્વાદનગુણઠાણાના અંતર્મુહૂર્ત પ્રમાણ જOઅંતરકાળની અલ્પસંભાવના હોવાથી તેની વિરક્ષા કરવામાં આવી નથી. તે ૧૦ ગુણઠાણાનો જઘન્યઅંતરકાળઃ મિથ્યાત્વ અને મિશ્રાદિ-૯ ગુણઠાણે રહેલા જીવો પોતપોતાનું ગુણઠાણું છોડીને બીજાગુણઠાણે ગયા પછી જઘન્યથી અંતર્મુહૂર્તકાળે પાછા પોતપોતાના તે તે ગુણઠાણે આવી શકે છે. તેથી મિથ્યાત્વ અને મિશ્રાદિ-૯ ગુણઠાણાનો અંતરકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યો છે. જેમ કે, મિથ્યાદષ્ટિજીવ મિશ્રાદિગુણઠાણે જઘન્યથી અંતર્મુહૂર્તકાળ રહીને પાછો મિથ્યાત્વે આવી જાય છે. એટલે મિથ્યાત્વનો અંતરકાળજઘન્યથી અંતર્મુહૂર્ત છે. મિશ્રદૃષ્ટિજીવ સમ્યકત્વગુણઠાણે કે મિથ્યાત્વગુણઠાણે જઘન્યથી અંતર્મુહૂર્તકાળ રહીને પાછો મિશ્રગુણઠાણે આવી શકે છે. તેથી મિશ્રગુણઠાણાનો અંતરકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે. એ જ પ્રમાણે, સમ્યકત્વ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્તગુણઠાણાનો અંતરકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, એકજીવ એકભવમાં વધુમાં વધુ બે વાર ઉપશમશ્રેણી માંડી શકે છે એટલે કોઇક મનુષ્ય ઉપશમશ્રેણી પર ચઢ્યા ૪૩૧૩
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy