________________
૯મા ગુણઠાણામાં જુદા જુદા કાળે મોહનીયની ઉત્તરપ્રકૃતિની અને થીણદ્વિત્રિકાદિ-૧૬પ્રકૃતિની ગુણશ્રેણી બંધ પડે છે. ૧૦માં ગુણઠાણાનો છેલ્લો એક સંખ્યાતમોભાગ બાકી રહે છે. ત્યારે સંવલોભની સર્વાપવર્તના થાય છે. તે વખતે સંત્રલોભની ગુણશ્રેણી બંધ પડે છે અને બાકીની કર્મપ્રકૃતિની ૧૦માં ગુણઠાણાના છેલ્લાસમયે મોહક્ષપકગુણશ્રેણી બંધ પડે છે. (૯) ક્ષીણમોહગુણશ્રેણી :
ક્ષાયિકથાખ્યાત સંયમી મહાત્મા ૧૨મા ગુણઠાણાના પ્રથમસમયે જ્ઞાનાવરણીયાદિ-૩ ઘાતકર્મની અંતર્મુહૂર્તપ્રમાણ સ્થિતિસત્તાના ઉપરના ભાગમાંથી અને અઘાતી કર્મની અસંખ્યવર્ષપ્રમાણસ્થિતિસત્તાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યકર્મલિકોને ઉતારીને ઉદયવતી પ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકાની ઉપરના પ્રથમસમયથી માંડીને ૧૨માગુણસ્થાનકથી વિશેષાધિકકાળ સુધીના અંતર્મુહૂર્તમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે, તે “ક્ષીણમોહગુણશ્રેણી” કહેવાય. ચિત્રનં૦૩૭માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી...
ઘાતકર્મની અંતર્મુહૂર્તપ્રમાણસ્થિતિસત્તા = ૨૦ સમય.
અઘાતી કર્મની અસંખ્યવર્ષપ્રમાણસ્થિતિસત્તા = ૪૦ સમય. ૧૨માં ગુણઠાણાથી વિશેષાધિકકાળ દિલરચનાનું અંતર્મુહૂર્ત]= ૧૨ સમય.
ઉદયાવલિકા= ૨ સમય માનવામાં આવે, તો.. ક્ષાયિકથાખ્યાત સંયમી મહાત્મા ૧૨મા ગુણઠાણાના પ્રથમસમયે ઘાતકર્મની અંતર્મુહૂર્ત=૨૦ સમયની સ્થિતિસત્તાના ઉપરના ભાગમાંથી અને અઘાતી કર્મની અસંખ્યાતવર્ષ=૪૦સમયની સ્થિતિસત્તાના ઉપરના ભાગમાંથી અસંખ્યકર્મદલિકો ઉતારીને ઉદયવતી પ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતી પ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી=૩જા નિષેકથી માંડીને ૧૨મા ગુણઠાણાના કાળથી વિશેષાધિકકાળ=૧૨ સમય=૧૨ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ રીતે, બીજાસમયે ઉતારેલા દલિકોને ઉદયવતી પ્રકૃતિમાં રથી૧ર નિષેક સુધી અને અનુદયવતી પ્રકૃતિમાં ૪થી૧૨ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ રીતે, ક્ષીણમોહગુણશ્રેણી ચાલુ રહે ત્યાં સુધી સમ્યક્વગુણ શ્રેણીની જેમ સમજવું.