SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીયકર્મમાં રતિ-અરતિ સુધી ઉત્કૃષ્ટપદની જેમ અલ્પબહુત્વ સમજવું... રતિ-અરતિથી વેદને વિશેષાધિક દલિકો મળે છે. * તેનાથી સંમાનને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. * તેનાથી સંક્રોધને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. * તેનાથી સંમાયાને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. * તેનાથી સંલોભને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. આયુષ્યકર્મ તિર્યંચાયુ-મનુષ્યાયુને સૌથી ઓછા કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે. કારણકે લબ્ધિઅપર્યાપ્તાસૂક્ષ્મનિગોદીયાજીવો પોતાના આયુષ્યના ત્રીજાભાગના પ્રથમસમયે તિર્યંચાયુ-મનુષ્યાયુને બાંધે છે. તે વખતે યોગ અલ્પ હોવાથી ઓછા કર્મદલિકો ગ્રહણ કરે છે. * તેનાથી દેવાયુ-ન૨કાયુને અસંખ્યગુણ કર્મદલિકો મળે છે અને તે બન્નેને સરખા ભાગે કર્મદલિકો મળે છે. કારણ કે તે બન્ને આયુષ્યને અસંજ્ઞીપંચે૦ જીવો પર્યાપ્તાવસ્થામાં બાંધે છે. તે વખતે તેને લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મનિગોદીયાથી અસંખ્યગુણયોગ હોવાથી અસંખ્યગુણ કર્મદલિકોને ગ્રહણ કરે છે. નામકર્મ :ગતિઃ તિર્યંચગતિને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. કારણકે લબ્ધિઅપર્યાપ્તસૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે તિર્યંચપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિને બાંધતી વખતે તિર્યંચગતિને બાંધે છે. તે વખતે તે જીવોને યોગ અલ્પ હોય છે અને પ્રકૃતિ ઘણી બંધાય છે. તેથી તિર્યંચગતિને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. * તેનાથી મનુષ્યગતિને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણકે લબ્ધિઅપર્યાપ્તસૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિ બાંધતી વખતે મનુષ્યગતિને બાંધે છે. તે વખતે નામકર્મના દલિકનો એકભાગ ઓછો થવાથી તેને થોડા વધુ દલિકો મળે છે. ૨૯૧
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy