SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ * તેનાથી તિર્યંચદ્વિકને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે અપર્યાપ્ત એકેપ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિ બાંધતી વખતે તિર્યંચદ્ધિક બંધાય છે. તે વખતે નામકર્મના દલિકોના-૨૩ ભાગ થવાથી તે પ્રકૃતિને થોડા વધુ દલિકો મળે છે. જાતિ : બેઇન્દ્રિયાદિ-૪ જાતિને સૌથી ઓછા કર્મદલિકો મળે છે અને તે દરેકને પરસ્પર તુલ્ય મળે છે. કારણકે અપર્યાપ્ત ત્રસપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિ બાંધતી વખતે બેઇન્દ્રિયાદિ-૪ જાતિ બંધાય છે. તે વખતે નામકર્મના દલિકોના-૨૫ ભાગ થવાથી તે પ્રકૃતિને ઓછા દલિકો મળે છે. * તેનાથી એકેન્દ્રિય જાતિને વિશેષાધિક દલિકો મળે છે. કારણકે એકે૦પ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિ બાંધતી વખતે એકેજાતિ બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૩ ભાગ થવાથી તે પ્રકૃતિને થોડા વધુ દલિકો મળે છે. શરીર-અંગોપાંગ : આહારકદ્ધિકને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. કારણકે દેવપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી વખતે આહા૨કદ્ધિક બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૮ ભાગ થાય છે. તેમાંથી શરીરનામકર્મના ભાગમાં આવેલા દલિકોના-૪ ભાગ થવાથી અને અંગોપાંગનામકર્મના ભાગમાં આવેલા દલિકોના બે ભાગ થવાથી આહારકક્રિકને ઓછા દલિકો મળે છે. * તેનાથી વૈક્રિયદ્ધિકને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે દેવપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિ બાંધતી વખતે વૈક્રિયદ્ઘિક બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૮ ભાગ થાય છે તેમાંથી શરીરનામકર્મના ભાગમાં આવેલા દલિકોના-૩ ભાગ થવાથી વૈશરીરને થોડા વધુ દલિકો મળે છે. અને અંગોપાંગનામકર્મના ભાગમાં આવેલા બધા જ દલિકો વૈ અંગોપાંગને મળે છે. તેથી તે પ્રકૃતિને થોડા વધુ દલિકો મળે છે. * તેનાથી ઔદારિકદ્વિકને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે અપર્યાપ્ત ૨૮૫
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy