SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ નીચેના પગાદિ અવયવો અશુભ ગણાય છે તે બન્ને કર્મનું ફળ જીવ એકી સાથે ભોગવી શકે છે. તેથી તે બન્ને પ્રકૃતિ ઉદયમાં પરસ્પર વિરોધી નથી. અધ્રુવોદયી પ્રકૃતિ : थिरशुभियर विणु, अधुवबंधी मिच्छविणु मोहधुवबंधी । निद्दोवघाय मीसं, सम्मं पणनवइ अधुवुदया ॥ ७ ॥ स्थिरशुभेतरं विना, अध्रुवबन्धिन्यः मिथ्यात्वं विना मोहध्रुवबन्धिन्यः । निद्रोपघातं मिश्रं सम्यग् पञ्चनवतिरध्रुवोदयाः ॥ ७॥ ગાથાર્થ :-અધ્રુવબંધી-૭૩ પ્રકૃતિમાંથી સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ વિના ૬૯, મોહનીયકર્મની ધ્રુવબંધી ૧૯માંથી મિથ્યાત્વ વિના ૧૮, નિદ્રા-૫, ઉપઘાત, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય... એ કુલ-૯૫ પ્રકૃતિ અધ્રુવોદયી છે. વિવેચન : - વેદનીય-૨+ મોહનીય-૭ [રયુગલ-૩વેદ] આયુ૪+નામ-૫૮ [૪ ગતિ+૫ જાતિ+૩ શરીર+૩ અંગો+૬ સંઘયણ+૬ સં૦+૪ આનુ+૨ વિહા૦=૩૩+ પ્રત્યેક-૫ [નિર્માણ, અગુરુદ, ઉપઘાત વિના]+ત્રસ-૧૦+સ્થાવર-૧૦]+ગોત્ર-૨=૭૩ અવબંધીપ્રકૃતિમાંથી સ્થિરઅસ્થિર અને શુભ-અશુભ ધ્રુવોદયી છે. બાકીની ૬૯ અધ્રુવોદયી છે. આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ અને પરાઘાતનો ઉદય કોઇપણ જીવને લબ્ધિ-પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. લબ્ધિ-અપર્યાપ્તાવસ્થામાં નથી હોતો. તેથી તે પ્રકૃતિનો ઉદય પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતો. માટે આતપાદિ-૪ અધ્રુવોદયી છે તથા જિનનામનો ઉદય તીર્થંકર કેવલી ભગવંતને જ હોય છે. બાકીના જીવોને નથી હોતો. એટલે જિનનામનો ઉદય કોઇક જીવને ક હોય છે. તેથી તે અવોદયી છે. શાતા-અશાતા, હાસ્ય-રતિ વગેરે ૬૪ પ્રશ્ન ૨૫ ઉદયમાં
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy