SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમત્તસંયમની સન્મુખ થયેલો અવિરતસમ્યગ્દષ્ટિ મનુષ્યસમ્યક્ત્વગુણઠાણાના છેલ્લાસમયે તદ્યોગ્યવિશુદ્ધિથી અપ્રત્યાખ્યાનીય-૪નો જસ્થિતિબંધ કરતી વખતે જ૦રસબંધ કરે છે. અપ્રમત્ત સંયમની સન્મુખ થયેલો દેશવિરતિધર મનુષ્ય દેશવિરતિગુણઠાણાના છેલ્લાસમયે તદ્યોગ્યવિશુદ્ધિથી પ્રત્યાખ્યાનીય-૪નો જસ્થિતિબંધ કરતી વખતે જ૦રસબંધ કરે છે. અપ્રમત્તસંયમની સન્મુખ થયેલો પ્રમત્તસંયમી તદ્યોગ્યવિશુદ્ધિથી શોક-અતિનો જવરસબંધ કરે છે. આહારકક્રિકાદિ-૧૮પ્રકૃતિના જરસબંધના સ્વામી :अपमाइ हारगदुगं दुनिद्द असुवन्नहासरईकुच्छा । भयमुवघायमपुव्वो, अनियट्टी पुरिससंजलणे ॥ ७० ॥ अप्रमादी आहारकद्विकं दुनिद्राऽशुभवर्णहास्यरतिकुत्सानाम् । भयमुपघातमपूर्वोऽनिवृत्तिः पुरुषसञ्ज्वलने ॥ ७० ॥ ગાથાર્થ ઃ- અપ્રમત્તસંયમી આહારકદ્વિકનો જઘન્ય૨સબંધ કરે છે. અપૂર્વકરણગુણઠાણાવાળા જીવો નિદ્રાદ્ધિક, અશુભવર્ણાદિ-૪, હાસ્યરતિ, ભય-જુગુપ્સા, ઉપઘાતનો જઘન્યરસબંધ કરે છે. અનિવૃત્તિગુણઠાણાવાળા જીવો પુરુષવેદ અને સંજ્વલનચતુષ્કનો જઘન્યરસબંધ કરે છે. વિવેચન :- આહારકદ્ધિક શુભપ્રકૃતિ હોવાથી તેનો ઉ∞સ્થિતિબંધ કરતી વખતે જ૦૨સબંધ થાય છે. એટલે પ્રમત્તની સન્મુખ થયેલા ચિત્રનં૦૪માં બતાવ્યા મુજબ અસત્ત્કલ્પનાથી અપ્રમત્તગુણઠાણાના છેલ્લાસમયે=૪૪મા સ્થિતિસ્થાને રહેલા અપ્રમત્તસંયમી મહાત્મા તદ્યોગ્ય [આહા૨કદ્વિકના જવરસબંધને યોગ્ય] સંક્લેશથી આહારકદ્ધિકનો જ૦૨સબંધ કરે છે. (४४) अप्पच्चक्खाणावरणाणं असंजयसम्मदिट्ठी से काले संजमं पडिवज्जिउकामो जहन्नं । [શતકચૂર્ણિ] (४५) पच्चक्खाणावरणाणं देसविरयस्स से काले संजमं पडिवज्जिउकामस्स जहन्नं भवति । [શતકચૂર્ણિ] ૨૨૦
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy