SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગા: (૧) અનાદિ-અનંત :- જે પ્રકૃતિનો બંધ અનાદિકાળથી ચાલુ હોય અને અભવ્યની અપેક્ષાએ ભવિષ્યમાં ક્યારેય બંધવિચ્છેદ થવાનો ન હોય, તે પ્રકૃતિના બંધનો કાળ અનાદિ-અનંત છે. દાવેત૦ મિથ્યાત્વમોહનીયનો બંધ અનાદિકાળથી ચાલુ છે અને અભિવ્ય કે જાતિભવ્યજીવોને સમ્યકત્વ પ્રાપ્ત થવાનું ન હોવાથી કયારેય મિથ્યાત્વનો બંધવિચ્છેદ થવાનો નથી. તેથી તે જીવોની અપેક્ષાએ મિથ્યાત્વમોહનીયના બંધનો કાળ અનાદિ-અનંત છે. (ર) અનાદિ-સાંત - જે પ્રકૃતિનો બંધ અનાદિકાળથી ચાલુ હોય પણ ભવ્યની અપેક્ષાએ ભવિષ્યમાં ક્યારેક બંધવિચ્છેદ થવાનો હોય, તે પ્રકૃર્તિના બંધનો કાળ અનાદિ-સાંત છે. દાત) મિથ્યાત્વનો બંધ અનાદિકાળથી ચાલુ છે. પણ ભવ્યજીવોને ભવિષ્યમાં ક્યારેક સમ્યકત્વ, પ્રાપ્ત થવાનું હોવાથી મિથ્યાત્વનો બંધવિચ્છેદ થવાનો છે. તેથી ભવ્યજીવોની અપેક્ષાએ મિથ્યાત્વમોહનીયનાં બંધનો કાળ અનાદિ- સાંત છે. | (૩) સાદિ-અનંત - ધ્રુવબંધીપ્રકૃતિનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે. તેમજ સમ્યકત્વાદિગુણોથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે. પણ સાદિઅનંત નથી. કારણકે સમ્યકત્વાદિગુણોથી પડેલા જીવો પણ કાલાન્તરે અવશ્ય મોક્ષમાં જવાના હોવાથી જે ધ્રુવબંધીપ્રકૃતિની સાદિ થઈ છે. તે પ્રકૃતિનો બંધ અનંતકાળ રહેવાનો નથી. ભવિષ્યમાં અવશ્ય બંધવિચ્છેદ થવાનો જ છે. તેથી ધ્રુવબંધીપ્રકૃતિનો કાળ સાદિ-અનંત હોતો નથી અને અધુવબંધી પ્રકૃતિનો કાળ સાદિ-સાત જ હોય છે. તેથી કોઈપણ પ્રકૃતિના બંધનો કાળ સાદિ-અનંત ન હોય. (૪) સાદિ-સાત :- ધ્રુવબંધીપ્રકૃતિ સમ્યકત્વાદિગુણોથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત હોય છે. કારણકે સમ્યકત્વાદિગુણોથી પડતાં મિથ્યાત્વાદિ ધ્રુવબંધી પ્રકૃતિના બંધની સાદિ થાય છે અને ફરીથી સમ્યકત્વાદિગુણો પ્રાપ્ત થતાં મિથ્યાત્વાદિ ધ્રુવબંધી પ્રકૃતિનો બંધ સાંત થાય છે. એટલે ધ્રુવબંધી પ્રકૃતિનો બંધ સાદિ-સાં છે અને અધુવબંધી
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy