SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રમાણે, સામાન્યથી અનંતાનુબંધી વગેરે કષાયની અપેક્ષાએ ચતુઃસ્થાનિકાદિરસનો વિચાર કર્યો. પણ વિશેષથી વિચારીએ, તો... તીવ્રઅનંતાનુબંધી કષાયના ઉદયથી અશુભપ્રકૃતિનો ચારઠાણિયોરસ અને શુભપ્રકૃતિનો બેઠાણિયોરસ બંધાય છે. મધ્યમઅનંતાનુબંધી કષાયના ઉદયથી શુભ અને અશુભપ્રકૃતિનો ત્રણઠાણિયોરસ બંધાય છે. મંદઅનંતાનુબંધી કષાયના ઉદયથી અશુભપ્રકૃતિનો બેઠાણિયોરસ અને શુભપ્રકૃતિનો ચારઠાણિયોરસ બંધાય છે. મંદઅનંતાનુબંધીકષાયના ઉદયવાળા મિથ્યાષ્ટિજીવો ઉપશમસમ્યક્તને પ્રાપ્ત કરતી વખતે યથાપ્રવૃત્તાધિકરણની પૂર્વેના અંતર્મુહૂર્તથી અશુભપ્રકૃતિનો બેઠાણિયો અને શુભપ્રકૃતિનો ચારઠાણિયોરસ બાંધે છે. અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી અશુભપ્રકૃતિનો બેઠાણિયો અને શુભપ્રકૃતિનો બે-ત્રણ-ચારઠાણિયો રસ બંધાય છે. પરંતુ વિશિષ્ટગુણની પ્રાપ્તિ વખતે મંદ અપ્રત્યાખ્યાનીય કે મંદપ્રત્યાખ્યાનીયના ઉદયથી અશુભપ્રકૃતિનો બેઠાણિયો અને શુભપ્રકૃતિનો ચારઠાણિયો રસ બંધાય છે. સંજ્વલનકષાયના ઉદયથી અશુભપ્રકૃતિનો બેઠાણિયો અને શુભપ્રકૃતિનો બે-ત્રણ-ચારઠાણિયોરસ બંધાય છે. પરંતુ વિશિષ્ટગુણની પ્રાપ્તિ વખતે અને શ્રેણીમાં નવમાગુણઠાણાનો છેલ્લો એક સંખ્યામભાગ બાકી રહે ત્યાં સુધી અશુભપ્રકૃતિનો બેઠાણિયો અને શુભપ્રકૃતિનો ચારઠાણિયો જ રસ બંધાય છે. ત્યાર પછીથી ૧૦મા ગુણઠાણાના છેલ્લાસમય સુધી ૧૭ અશુભપ્રકૃતિનો એકઠાણિયો અને કેવલબ્રિકનો બેઠાણિયોરસ બંધાય છે અને શુભપ્રકૃતિનો ચાઠાણિયોરસ બંધાય છે. એકસ્થાનિકાદિ રસબંધમાં તીવ્ર-મંદતી - જેમ લીંબડો પીલવાથી જે સાહજિકરસ નીકળે છે. તેમાં ૧8ગ્રામ, (४०) तथैतेषामेव पिचुमन्दादीनां क्षीरादीनां च द्रव्याणां संबन्धी सहजरसो जललवबिन्दु अर्धचुलुकचुलुकप्रसृत्यञ्जलिकरककुम्भद्रोणादिसंबन्धाद्यथा बहुभेदं मन्दमन्दतरादित्वं प्रतिपद्यते तथाऽर्धावर्तादयोऽपि रसा यथा जललवादिसंबन्धान्मन्दमन्दतरमन्दतमादित्वं प्रतिपद्यन्ते तथैवाशुभप्रकृतीनां शुभप्रकृतीनां च रसास्तादृशतादृशकषायवशात्तीव्रत्वं મર્વ વાતુવિદ્ધતીતિ | સ્વિોપજ્ઞટીકા ગાળાનં૦૬૩] * ૨૦૨
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy