SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રમાં બતાવ્યા મુજબ જઘન્યરસસ્થાનકથી માંડીને શરૂઆતના અસંખ્ય રસસ્થાનકમાંથી કોઇપણ રસસ્થાનમાં રહેલા જીવને ઉત્કૃષ્ટથી સતત ૪સમય સુધી જવરસબંધનો અધ્યવસાય હોય છે. તેથી ગાથાનં૦૭૪માં કહ્યા મુજબ પરાવર્તમાનમધ્યમપરિણામી જીવો વધુમાં વધુ ૪સમય સુધી જરસબંધ કરી શકે છે અને છેલ્લા અસંખ્ય રસસ્થાનકમાંથી કોઇપણ રસસ્થાનમાં રહેલા જીવને વધુમાં વધુ ૨ સમય સુધી ઉ૦૨સબંધનો અધ્યવસાય હોય છે તેથી તે જીવ વધુમાં વધુ ૨ સમય સુધી ઉરસબંધ કરી શકે છે. ચિત્રમાં બતાવ્યા મુજબ..... જે રસસ્થાનોમાં જીવ ૮સમય સુધી રહી શકે છે. તે રસસ્થાનકો થોડા છે. તેનાથી તેની બન્ને બાજુના ૭ સમયવાળા અસંખ્યગુણ છે. [પરસ્પર તુલ્ય છે.] તેનાથી તેની બન્ને બાજુના ૬ સમયવાળા અસંખ્યગુણ છે. [પરસ્પર તુલ્ય છે.] તેનાથી તેની બન્ને બાજુના ૫ સમયવાળા અસંખ્યગુણ છે. [પરસ્પર તુલ્ય છે.] તેનાથી તેની બન્ને બાજુના ૪ સમયવાળા અસંખ્યગુણ છે. [પરસ્પર તુલ્ય છે.] તેનાથી ૩ સમયવાળા અસંખ્યગુણ છે. તેનાથી ૨ સમયવાળા અસંખ્યગુણ છે. એટલે અલ્પબહુત્વની અપેક્ષાએ ‘ડમરૂ”ની આકૃતિ થાય છે. રસસ્થાનોમાં છઠાણવડિયા : ચિત્રમાં બતાવ્યા મુજબ સર્વજન્યરસસ્થાનથી સર્વોત્કૃષ્ટરસસ્થાન તરફ જઇએ, તો........સર્વજઘન્યરસસ્થાનની અપેક્ષા ............ કેટલાક રસસ્થાનોમાં અનંતભાગ અધિક રસસ્પદ્ભકો હોય છે. કેટલાક રસસ્થાનોમાં અસંખ્યાતભાગ અધિક રસસ્પÁકો હોય છે. કેટલાક રસસ્થાનોમાં સંખ્યાતભાગ અધિક રસસ્પર્ધકો હોય છે. કેટલાક રસસ્થાનોમાં સંખ્યાતગુણ અધિક રસસ્પÁકો હોય છે. કેટલાક રસસ્થાનોમાં અસંખ્યાતગુણ અધિક રસસ્પÁકો હોય છે. કેટલાક રસસ્થાનોમાં અનંતગુણ અધિક રસસ્પર્ધકો હોય છે. ઉ૦૨સસ્થાનથી જરસસ્થાન તરફ આવીએ, તો...ઉ૦૨સસ્થાનની અપેક્ષાએ.. કેટલાક રસસ્થાનોમાં અનંતભાગહીન રસસ્પર્ધકો હોય છે. ૧૯૬
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy