SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અધુવબંધી પ્રકૃતિ :तणुवंगाऽऽगिइसंघयणजाइगइखगइपुग्विजिणुसासं । उज्जोयाऽऽयवपरघातसवीसा गोय वेयणियं ॥ ३॥ हासाइजुयलदुगवेयआउ तेवुत्तरी अधुवबंधा ।। भंगा अणाइसाई, अणंतसंतुत्तरा चउरो ॥४॥ तनूपाङ्गाकृतिसंहननजातिगतिखगत्यानुपूर्वीजिनोच्छासम् । उद्योताऽऽतपपराघातत्रसविंशतिर्गोत्रं वेदनीयम् ॥ ३॥ हास्यादियुगलद्विकवेदायूंषि, त्रिसप्ततिरध्रुवबन्धिन्यः । भङ्गा अनादिसादयोऽनन्तसान्तोत्तराः चत्वारः ॥ ४॥ ગાથાર્થ :- શરીર-૩, અંગોપાંગ-૩, સંસ્થાન-૬, સંઘયણ-૬, જાતિ-૫, ગતિ-૪, વિહાયોગતિ-૨, આનુપૂર્વી-૪, જિનનામ, શ્વાસોચ્છવાસ, ઉદ્યોત, આતપ, પરાઘાત, ત્રસવીસગોત્ર-૨, વેદનીય-૨, હાસ્યાદિયુગલક્રિક, વેદ-૩ અને આયુષ્ય-૪ એમ કુલ-૭૩ અછુવબંધી પ્રકૃતિ છે. તેમજ અનાદિ અને સાદિ શબ્દની પછી ઉત્તરપદમાં અનંત અને સાંત જોડવાથી ૪ ભાંગા થાય છે. વિવેચન :- વેદનીય ર+ મોહનીય-૭ ધિસ્યાદિ-૪, ૩વેદ+ આયુ૦૪નામ-૫૮ [ગતિ-૪, જાતિ-૫, ઔદ્ધિક, વૈદિક, આહારકદ્ધિક, સંસ્થાન-૬, સંઘયણ-૬, આનુપૂર્વી-૪, વિહાયોગતિ-ર, ઉદ્યોત, આતપ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, જિનનામ, ત્રણ-૧૦, સ્થાવર૧૦]+ગોત્ર-ર=૭૩પ્રકૃતિ અધુવબંધી છે. આતપનામકર્મ પર્યાપ્તાબાદરપૃથ્વીકાય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિની સાથે જ બંધાય છે. અન્ય એકેન્દ્રિયાદિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિની સાથે બંધાતું નથી. તેથી તે મિથ્યાત્વબંધહેતુની હાજરીમાં પણ ક્યારેક બંધાય છે અને ક્યારેક નથી બંધાતું. માટે આપનામકર્મ અધુવબંધી છે.
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy