SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ( રસબંધી શુભાશુભપ્રકૃતિમાં રસબંધના હેતુ :तिव्वो असुहसुहाणं संकेसविसोहिओ विवजयओ । मंदरसो गिरिमहिरय-जलरेहासरिसकसाएहिं ॥ ६३॥ चउठाणाई असुहा सुहन्नहा विग्घदेशघाइ आवरणा । पुमसंजलणिगदुतिचउठाणरसा सेस दुगमाई ॥ ६४॥ तीव्रोऽशुभशुभानां संक्लेशविशुद्धितो विपर्ययतः ।। मन्दरसो गिरि-मही-रजोजलरेखासदृशकषायैः ॥ ६३ ।। चतु:स्थानादिरशुभानां शुभानामन्यथा विघ्नदेशघात्यावरणाः । पुंसवलनैकद्वि-त्रि-चतु:स्थानरसाः शेषा द्विस्थानादयः ॥६४॥ ગાથાર્થ અશુભપ્રકૃતિનો તીવ્રરસ સંક્લેશથી બંધાય છે અને શુભપ્રકૃતિનો તીવ્રરસ વિશુદ્ધિથી બંધાય છે. તેનાં કરતા વિપરીત પરિણામથી મંદરસ બંધાય છે તથા પર્વતની રેખા, પૃથ્વીની રેખા, રેતીની રેખા અને જલની રેખા સમાન કષાયોથી ક્રમશઃ અશુભ પ્રકૃતિનો ચતુઃસ્થાનિકાદિરસબંધ થાય છે. તેનાથી વિપરીત ક્રમે શુભપ્રકૃતિનો ચતુઃસ્થાનિકાદિરસબંધ થાય છે. અંતરાય-૫, દેશઘાતી આવરણ, પુત્રવેદ, સંજ્વલન-૪નો રસબંધ એક સ્થાનિક, ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક થાય છે. બાકીની ૧૦૩ પ્રકૃતિનો રસબંધ ક્રિસ્થાનિકાદિ થાય છે. | વિવેચન :- કષાયોદય સહિત વેશ્યાજન્ય પરિણામને “રસબંધનો અધ્યવસાય” કહે છે. તે અધ્યવસાયથી કર્મપુદ્ગલોમાં ઓછા-વધતા પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની જે શક્તિ ઉત્પન્ન થાય છે, તે “રસ” કહેવાય છે. ૧૯૦
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy