SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યપ્રાયોગ્ય પ્રકૃતિઓ બંધાય છે. પછી તે જીવ છેલ્લે એક અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છે. ત્યારે સમ્યકત્વ પામે છે અને સમ્યકત્વસહિત મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સંયમનું પાલન કરીને પૂર્વે કહ્યા મુજબ બે વાર વિજયાદિમાં અને ત્રણવાર અશ્રુતમાં જાય છે. ત્યાં દેવના દરેક ભવમાં મનુષ્ય પ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બંધાય છે અને મનુષ્યના દરેક ભવમાં દેવપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બંધાય છે. એટલે તે જીવ મનુષ્યના-૮ ભવયુક્ત ૪ પલ્યોપમ સહિત [૨ ૨+૩૧+૬૬+૬૬=] ૧૮૫ સાગરોપમ સુધી એકેન્દ્રિયાદિ તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતો નથી. ત્યારપછી તે જીવ મિથ્યાત્વે જઈને એકેન્દ્રિયપ્રાયોગ્ય કે વિકસેન્દ્રિયપ્રાયોગ્ય પ્રકૃતિને બાંધે છે. અથવા અબંધક થઈને મોક્ષમાં જાય છે. એટલે સંજ્ઞીપંચેન્દ્રિયની અપેક્ષાએ સ્થાવરચતુષ્ક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને આતપનો અબંધકાળ ઉત્કૃષ્ટથી મનુષ્યભવયુક્ત ૪ પલ્યોપમસહિત ૧૮૫ સાગરોપમ કહ્યો છે. ઋષભનારાચાદિ-૨૫ પ્રકૃતિનો અબંધકાળ : ઋષભનારાચાદિ-૨૫ પ્રકૃતિમાંથી છેવટું, હુંડક, નપુંસક અને મિથ્યાત્વ પહેલા ગુણઠાણા સુધી જ બંધાય છે. બાકીની ૨૧ પ્રકૃતિ બીજા ગુણઠાણા સુધી જ બંધાય છે અને જે જીવ સંયમનું પાલન કરીને પૂર્વે કહ્યા મુજબ બેવાર વિજયાદિમાં અને ત્રણવાર અમ્રુતમાં જાય છે. તે જીવને ૧૩ર સાગરોપમ સુધી પહેલુ-બીજું ગુણઠાણું હોતું નથી, તેથી તે જીવને ૧૩૨ સાગરોપમ સુધી તે-૨૫ પ્રકૃતિનો બંધ હોતો નથી. ત્યારપછી તે જીવ મિથ્યાત્વે જઇને તે પ્રકૃતિને બાંધે છે અથવા અબંધક થઇને મોક્ષમાં જાય છે. એટલે સંજ્ઞીપંચેન્દ્રિયની અપેક્ષાએ ઋષભનારા ચાદિ-૨૫ પ્રકૃતિનો અબંધકાળ ઉત્કૃષ્ટથી મનુષ્ય ભવસહિત-૧૩૨ સાગરોપમ કહ્યો છે. એ પ્રમાણે ૭+૯+૨૫=૪૧ પ્રકૃતિનો અબંધકાળ કહ્યો. ૭૯ પ્રકૃતિનો અબંધકાળ : દેશવિરતિધરને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ સુધી અપ્ર૮-૪નો બંધ હોતો નથી. અને સર્વવિરતિધરને દેશોનપૂર્વક્રોડવર્ષ સુધી પ્રત્યા૦૪નો બંધ હોતો નથી. તેથી અમ૦૪ અને પ્રત્યા૦૪નો અબંધકાળ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. * ૧૮૧T
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy