SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) અઘાતી - જે કર્મપ્રકૃતિ જ્ઞાનાદિગુણનો કાંઇક અંશે પણ ઘાત કરતી નથી, તે અઘાતી કહેવાય. દાત. શાતા વેદનીય... ૯) પુણ્યપ્રકૃતિ - જે પ્રકૃતિ જીવને સુખનો અનુભવ કરાવે છે, તે પુણ્યપ્રકૃતિ કહેવાય. દાવતી શાતાવેદનીય. અથવાબંધ સમયે જે પ્રકૃતિમાં રસ વિશુદ્ધિથી વધે છે, તે પુણ્યપ્રકૃતિ કહેવાય. દાવત, શાતાવેદનીય. (૧૦) પાપપ્રકૃતિ - જે પ્રકૃતિ જીવને દુઃખનો અનુભવ કરાવે છે, તે પાપપ્રકૃતિ કહેવાય. દાવત, અશાતાવેદનીય. અથવા...બંધસમયે જે પ્રકૃતિમાં રસ સંકુલેશથી વધે છે, તે પાપપ્રકૃતિ કહેવાય દાત) અશાતાવેદનીય. (૧૧) પરાવર્તમાન :- જે પ્રકૃતિ પોતાના બંધ કે ઉદય અથવા બંધોદય વખતે બીજી સજાતીય પ્રકૃતિના બંધ કે ઉદય અથવા બંધોદયને અટકાવે છે, તે પરાવર્તમાન કહેવાય. દાવત, શાતા વેદનીય. (૧૨) અપરાવર્તમાન - જે પ્રકૃતિ પોતાના બંધ કે ઉદય અથવા બંધોદય વખતે બીજી સજાતીય પ્રકૃતિના બંધ કે ઉદય અથવા બંધોદયને અટકાવતી નથી. તે અપરાવર્તમાન કહેવાય. દાત) મતિજ્ઞાનાવરણીય. (૧૩) ક્ષેત્રવિપાકી - ક્ષેત્ર આકાશ, વિપાક=ફળ. જે પ્રકૃતિ પોતાનું ફળ આકાશમાં વિગ્રહગતિમાં બતાવે છે, તે ક્ષેત્રવિપાકી કહેવાય. દાવત આનુપૂર્વી. (૧૪) જીવવિપાકી :- જે પ્રકૃતિ પોતાના ફળનો અનુભવ જીવને કરાવે છે, તે જીવવિપાકી કહેવાય. દાવત) મતિજ્ઞાનાવરણીય. (૧૫) ભવવિપાકી - જે પ્રકૃતિ પોતાનું ફળ નર-નારકાદિભવમાં જ બતાવે છે, તે વિવિપાકી કહેવાય. દાત) દેવાયુષ્ય. (૧૬) પુદ્ગલવિપાકી :- જે પ્રકૃતિ પોતાનું ફળ શરીરરૂપે પરિણમેલા પુદ્ગલ પરમાણુમાં બતાવે છે, તે પુદ્ગલવિપાકી કહેવાય. દાવત, વર્ણાદિ.
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy