SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધ ૧૦ ક્રોડસાગરોપમ થાય, તો દેશવિરતિનો જળસ્થિતિબંધ ૩૦ ક્રોડસાગરોપમ થાય એ રીતે, પૂર્વ પૂર્વના સ્થિતિબંધથી પછી પછીનો સ્થિતિબંધ ત્રિગુણો કે ત્રિગુણથી અધિક હોય છે. તેથી તે સર્વે સ્થિતિબંધો સંખ્યાતગુણા કહ્યાં છે. સ્થિતિમાં શુભાશુભતાઃसव्वाण वि जिट्ठ ठिई, असुहा जं साइसंकिलेसेणं । इयरा विसोहिओ पुण, मुत्तुं नरअमरतिरियाउं ॥ ५२॥ सर्वासामपि ज्येष्ठा स्थितिः अशुभा यत् साऽतिसंक्लेशेन । इतरा विशोधितः पुनः मुक्त्वा नरामरतिर्यगायुः ॥ ५२ ॥ ગાથાર્થ મનુષ્યાય, દેવાયુ અને તિર્યંચાયુ વિના બાકીની સર્વે પણ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ અશુભ ગણાય છે. કારણ કે ઉત્કૃષ્ટસ્થિતિ અતિસંકલેશથી બંધાય છે અને જઘન્યસ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે. વિવેચન - મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય અને તિર્યંચાયુષ્યની ઉસ્થિતિ તદ્યોગ્યવિશુદ્ધિથી બંધાય છે. અને બાકીની ૧૧૭ પ્રકૃતિની ઉસ્થિતિ અતિસંકિલષ્ટ અધ્યવસાયથી બંધાય છે. અહીં ૧૧૭ પ્રકૃતિનું ઉત્કૃષ્ટસ્થિતિબંધરૂપ કાર્યનું કારણ અતિસંકિલષ્ટ પરિણામ છે. તે અશુભ છે. એટલે જે કાર્યનું કારણ અશુભ હોય, તે કાર્ય અશુભ ગણાય છે. એ ન્યાયે અતિસંકિલષ્ટ અધ્યવસાયરૂપ કારણથી જન્ય ઉસ્થિતિબંધરૂપ કાર્ય અશુભ ગણાય છે. અથવો. શુભપ્રકૃતિમાં સ્થિતિ વધે છે. તેમ શુભ રસ ઘટે છે. એટલે નીકળી ગયેલા રસવાળા શેરડીના સાંઠાની જેમ શુભકર્મો હોય છે. અને અશુભપ્રકૃતિમાં સ્થિતિ વધે છે તેમ અશુભ રસ પણ વધે છે તેથી પણ શુભાશુભ કર્મપ્રકૃતિની ઉસ્થિતિ અશુભ કહી છે. (30) यदि वा यथा यथा शुभप्रकृतीनां स्थितिर्वर्धते तथा तथा शुभानुभागस्तत्संबन्धी हीयते परिगालितरसेक्षुयष्टिकल्पानि शुभकर्माणि भवन्तीत्यर्थः । अशुभप्रकृतीनां तु स्थिति-वृद्धावशुभरसोऽपि तत्संबन्धी वर्धत एवेत्यतोऽपि कारणात् स्थितीनामेवाशुभत्वं.... [સ્વપજ્ઞટીકા)
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy